Homeગુજરાતીજીવનશૈલીવર્ષ 2026 માટે 490 પોલીસકર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદકથી સન્માનિત કરાયા

વર્ષ 2026 માટે 490 પોલીસકર્મીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદકથી સન્માનિત કરાયા

નવી દિલ્હી, 31 ઓક્ટોબર 2026: વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને કેન્દ્રીય પોલીસ સંગઠનોના 490 પોલીસ કર્મચારીઓને વર્ષ 2026 માટે ‘કેન્દ્રીય ગૃહ મંત્રીના શ્રેષ્ઠતા પદક’ (Union Home Minister’s Medal for Excellence) થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પદક ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા, પોલીસ કર્મચારીઓમાં ઉચ્ચ વ્યાવસાયિક ધોરણોને પ્રોત્સાહન આપવા અને તેમનું મનોબળ વધારવાના ઉદ્દેશ્યથી આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલું આ કાર્યક્ષમતા પદક, તમામ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનું મનોબળ વધારશે.

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ‘કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા પદક’ (Union Home Minister’s Medal for Excellence) ની શરૂઆત 1 ફેબ્રુઆરી, 2024ના રોજ કરવામાં આવી હતી. આ પદક પોલીસ દળો, સુરક્ષા સંસ્થાઓ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, નેશનલ સિક્યુરિટી ગાર્ડ, આસામ રાઈફલ્સ અને ફોરેન્સિક વિજ્ઞાનના ક્ષેત્રમાં સેવા આપતા કર્મચારીઓને તેમના નોંધપાત્ર યોગદાન બદલ એનાયત કરવામાં આવે છે. આ પદક મેળવનારાઓના નામની જાહેરાત દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે કરવામાં આવે છે.

વધુ વાંચો: ઇસરોએ નવી પેઢીના NVS-3 ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ કર્યું

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular