HomeDharma-ધર્મધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાથ જોડીને બોલ્યા- ભગવાન કૃષ્ણ વિશે ભાવનાત્મક સ્થિતિમાં બોલી...

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાથ જોડીને બોલ્યા- ભગવાન કૃષ્ણ વિશે ભાવનાત્મક સ્થિતિમાં બોલી ગયો, જુઓ વીડિયો

નવી દિલ્હી, 2 નવેમ્બર, 2026: Dhirendra Krishna Shastri ‘બાબા બાગેશ્વર‘ ના નામે પ્રખ્યાત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ એક કથા દરમિયાન ભગવાન રામ અને ભગવાન કૃષ્ણની સરખામણી કરતી વખતે કેટલીક બાબતો કહી હતી, જેને લઈને વિવાદ સર્જાતા હવે તેમણે ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે મેં ભાવાવેશમાં ઘણું બધું કહી દીધું હતું, પરંતુ મારો એવો કોઈ દ્વેષપૂર્ણ વિચાર નહોતો. હું ભગવાન કૃષ્ણનો વિરોધી નથી. તેઓ હાથ જોડીને વિનંતી કરતા નજરે પડ્યા કે મારી વાતનો ખોટો અર્થ ન કાઢવામાં આવે. છતાં મેં જે કહ્યું તે ખોટું હતું, મારે એવું નહોતું કહેવું જોઈતું.

વાસ્તવમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે ભગવાન રામનું નામ એકદમ સીધું છે, જ્યારે કૃષ્ણનું નામ આડું-અવળું છે. અયોધ્યાનું નામ કેટલું સરળ અને સીધું છે, જ્યારે વૃંદાવનનું નામ વાંકુંચૂકું છે. તેમણે એક ગીત પણ ગાયું હતું, જેના બોલ હતા- ‘બાંસુરી કા બજાના ખેલ હૈ, પર ધનુષ ચલાના ખેલ નહીં’ (બાંસુરી વગાડવી રમત છે, પણ ધનુષ ચલાવવું રમત નથી).

આ નિવેદનને લઈને વિવાદ થયો અને સોશિયલ મીડિયા પર પણ કેટલાક લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. આ બાબતે જ હવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પોતાની વાતને ભૂલ ગણાવી છે. તેમણે કહ્યું, ‘એક વાત કહું, ક્યારેક મજાકમાં આપણે કંઈ પણ બોલી જઈએ છીએ. તેનો અર્થનો અનર્થ કાઢવામાં ન આવે. આપણાથી ભૂલ તો થઈ જાય છે. ક્યારેક જોશમાં બોલી જાઈએ છીએ અને ક્યારેક ભાવનામાં તણાઈને બોલી જાઈએ છીએ. હમણાં અમે એક કથામાં કહી દીધું કે કૃષ્ણજી તો ટેઢા છે, રામજી તો સીધા છે, તો શું ખોટું કહ્યું? ઠાકુરજી તો ટેઢા છે જ ને! અમે આ વાત ભાવમાં કહી હતી. મારા નામમાં પણ કૃષ્ણ છે. જેની સાથે સૌથી વધુ પ્રેમ હોય, તેની સાથે જ આવી વાત કરવામાં આવે છે.’

આ પણ વાંચોઃ સતર્કતા જાગૃતિઃ માહિતી નિયામક કચેરીના કર્મયોગીઓએ અધિક માહિતી નિયામક ડૉ. સંજય કચોટની અધ્યક્ષતામાં શપથ લીધા

તેમણે મહાકવિ સૂરદાસનું ઉદાહરણ પણ આપ્યું હતું. શાસ્ત્રીએ કહ્યું, ‘સૂરદાસજી કહે છે કે આજ હરિ દેખે નંગમ. આ એક ભાવ છે. સખીઓ પણ કેવું વિનોદ (મજાક) કરતી હોય છે! ભ્રમર ગીતમાં ગોપીઓએ કેવો વિનોદ કર્યો છે? તેઓ ભમરાને જોઈને કહે છે કે અરે, તું પણ તેના જેવો જ કાળો-કૂલોટો છે. આ તો એમ કહી શકાય કે જગતમાં સુંદર છે બે નામ (ચાહે કૃષ્ણ કહો યા રામ). આજકાલ ભારતમાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે- ફેમસ થવું હોય તો બાબા બાગેશ્વરનો વિરોધ કરો. પ્રસિદ્ધ થવા માટે લોકો મને લપેટે લઈ લે છે.’

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે બ્રજના એક સંત થયા હતા, જેઓ કહેતા હતા કે રામજી તો માટીની મૂર્તિ છે. શું તેઓ માટીની મૂર્તિ છે? એ તો અમે ભાવનામાં કહી દીધું હતું, તેમ છતાં અમારી એવી કોઈ ભાવના નહોતી. અમે ખુદ ઠાકુરજીના ભક્ત છીએ. આ દરમિયાન તેઓ હાથ જોડીને માફી માંગવાની મુદ્રામાં પણ નજરે પડ્યા હતા.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular