HomerevoinewsGCCIની મહિલા પાંખનાં સભ્યો સાથે સંવાદ યોજતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

GCCIની મહિલા પાંખનાં સભ્યો સાથે સંવાદ યોજતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

  • ભારતીય જનતા પાર્ટીના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત SIRના મુદ્દે મહિલા સભ્યો સાથે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિચારવિમર્શ કર્યો

અમદાવાદ, 2 નવેમ્બર, 2026 – Chief Minister Bhupendrabhai Patel રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત આજે અમદાવાદ ખાતે ચેમ્બર ઑફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ(GCCI)ની મહિલા પાંખનાં સભ્યો સાથે’ સંવાદ યોજ્યો હતો.

જનતાનું સમર્થન મેળવવામાં અસમર્થ વિપક્ષી દળો દ્વારા SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) અંગે કરવામાં આવી રહેલાં બેબુનિયાદ અપપ્રચારના સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન-SIR એ કોઈ નવી પ્રક્રિયા નથી, પરંતુ આઝાદી બાદ થી ચૂંટણી પંચ દ્વારા અગાઉ પણ અનેક વખત આ પ્રક્રિયા કરવામાં આવી ચૂકી છે. આ પ્રક્રિયા ચૂંટણી પંચની કામગીરીનો ભાગ છે. આ પ્રક્રિયાનો હેતુ લોકશાહીમાં મતદાનના અધિકારથી એક પણ પાત્ર નાગરિક બાકાત ન રહે તે સુનિશ્ચિત કરવાનો છે. સાથે જ, કોઈ ગેરલાયક વ્યક્તિનું નામ મતદાર યાદીમાં ન રહે તે પણ એટલું જ મહત્ત્વનું છે.

તેમણે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે વિશ્વમાં મહત્વપૂર્ણ સ્થાન અને વિશ્વાસ સંપાદિત કર્યો છે. આજે મેનપાવરથી લઈને રોકાણ સહિતના તમામ ક્ષેત્રોમાં સમગ્ર વિશ્વ માટે ભારત મહત્ત્વના ભાગીદાર તરીકે ઊભરી આવ્યું છે. ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યો છે તેના પાયામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું નિર્ણાયક અને દૂરંદેશી નેતૃત્વ છે.

તેમણે કહ્યું કે, રાજકીય વિરોધીઓ દ્વારા દેશની લોકશાહી પદ્ધતિને નુકસાન પહોંચાડવા અને વિકાસની ગતિ અવરોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં વડાપ્રધાનશ્રીએ ઊભો કરેલો વિશ્વાસ જાળવી રાખવાની જવાબદારી હવે આપણા સૌની છે, તેમ તેમણે ભારપૂર્વક કહ્યું હતું. શ્રી પટેલે વધુમાં કહ્યું કે સમાજના શ્રેષ્ઠીઓ પર સામાન્ય લોકોનો ભરોસો હોય છે. આ દૃષ્ટિએ તેમની જવાબદારી પણ વધારે મહત્ત્વની બની જાય છે. લોકતંત્રને વધુ મજબૂત બનાવવા અને અરાજકતા દૂર કરવાના આ પ્રયાસમાં સૌને આગળ આવવા તેમણે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મહિલા ઉદ્યોગસાહસિકોએ SIR સંદર્ભે પણ પોતાના વિચારો અને અભિપ્રાયો રજૂ કર્યા હતા. દેશભરમાં SIRના મુદ્દે ચાલી રહેલા કુપ્રચાર અને ગેરસમજણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આયોજિત આ સંવાદમાં ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ ગાંધી, બિઝનેસ વિમેન્સ કમિટીનાં ચેરપર્સન સુશ્રી શાલુ લેખાડિયા સહિત મોટી સંખ્યામાં મહિલા ઉદ્યોગસાહસિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular