વડોદરા, 30 ઓક્ટોબર, 2026 : Soni family suicide case, police find 3-page suicide note શહેરમાં માંડવી વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળ (નરસિંહજીની પોળ)માં રહેતા સોની પરિવારના 50 વર્ષીય આરતીબેને પોતાના પુત્ર અને પુત્રી સાથે ગઈ તા. 27મી ઓક્ટોબરે કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને સામૂહિક આત્મહત્યા કરી હતી. આરતીબેન સોની ‘ઝેપ્સ હેલ્થ કેર’ કંપનીના માલિક છે. આ આત્મહત્યાના બનાવમાં પોલીસે તપાસ કરતા પોલીસને 3 પેઈજની સુસાઈડ નોટ મળી છે. જેમાં દેવું વધી જતા અને આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ સોની ‘ઝેપ્સ હેલ્થ કેર’ કંપનીના માલિક અને શહેરના માંજવી વિસ્તારની નરસિંહજીની પોળમાં રહેતા 50 વર્ષિય આરતીબેન સોનીએ મોટા દીકરા નીલકંઠ અને દીકરી જેની સાથે 27 ઓક્ટોબરના રોજ સામૂહિક આપઘાત કરી લીધો હતો. આરતીબેને બે પેજ અને પુત્રીએ એક પેજ એમ ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી સોની પરિવારે પંખે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સુસાઇડ નોટમાં આર્થિક સંકડામણમાં પગલું ભર્યું હોવાનો સામે આવ્યું છે. 33થી 35 લાખ બાકી લોનના પૈસા ભરવા મકાન વેચ્યું હતું જેનો દસ્તાવેજ પણ થવાનો હતો. આ ઉપરાંત હોસ્પિટલ વ્યવસ્થિત ચાલે તે માટે બાધા રાખી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
આ અંગે ACP જી.બી. બાંભણીયાએ જણાવ્યું હતું કે, મૃતક પરિવારના ઘરમાંથી ત્રણ પાનાની સુસાઇડ નોટ મળી આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તમામ સભ્યોના ગળે ફાંસો ખાવાથી મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. પ્રાથમિક તપાસમાં આર્થિક ભીંસ અને ડિપ્રેશનના કારણે પરિવારે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ત્રણ પાનાની સુસાઇડ નોટમાંથી એક પાનું પુત્રી અને બે પાના માતા આરતીબેને લખ્યા હતા. પરિવારમાં પતિ, માતા-પિતા અને ભાઈના અગાઉ થયેલા અવસાન તથા આર્થિક તંગીના કારણે પરિવાર ઊંડા ડિપ્રેશનમાં સરી પડ્યા હોવાનું જણાઈ આવે છે. લોનના પૈસા ચૂકવવા માટે પરિવારે પોતાનું મકાન પણ વેચી દીધું હતું અને તેનો દસ્તાવેજ પણ થવાનો બાકી હતો. સુસાઇડ નોટમાં આ મકાન શૈલેષ પટેલને સોંપી દેવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
સોની પરિવારે હોસ્પિટલ વ્યવસ્થિત ચાલે તે માટે ખાટુશ્યામ ભગવાનની બાધા રાખી હતી અને પુત્રી જેનીએ એક લાખ વખત ભગવાન રામનું નામ લખ્યું હતું. આ ઉપરાંત ઘરમાં કામ કરતી મહિલા નિર્દોષ હોવાથી તેને પોલીસ કે અન્ય કોઈ દ્વારા હેરાન ન કરવાની ખાસ વિનંતી પણ કરી છે. ઘટનાસ્થળેથી પોલીસે ત્રણ મોબાઈલ ફોન અને સુસાઈડ નોટ સહિતના મહત્વના પુરાવાઓ કબજે કર્યા છે. પોલીસે આ મામલે કાયદેસરની આગળની તપાસ તેજ કરી છે. હાલમાં સોની પરિવારના ત્રણે સભ્યોના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કર્યા બાદ તમના મૃતદેહને અંતિમવિધિ માટે પરિવારને આપી દેવામાં આવ્યા છે.


