Homeગુજરાતીગુજરાતસુરતના પુણા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા, મહિલાઓએ તંત્ર સામે કર્યો સૂત્રોચ્ચાર

સુરતના પુણા વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા, મહિલાઓએ તંત્ર સામે કર્યો સૂત્રોચ્ચાર

સુરત, 30 ઑક્ટોબર 2026 : Problem of contaminated water in Puna area શહેરના અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો ઊઠી છે. ત્યારે શહેરના પુણા ગામ વિસ્તારમાં  અંજની સોસાયટી અને આસપાસના વિસ્તારોમાં પીવાનું પૂરતું અને શુદ્ધ પાણી ન મળવાને કારણે મહિલાઓએ હાથમાં બેડા, ડોલ અને ટબ લઈને રસ્તા પર ઉતરી મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિસ્તારના સ્થાનિક રહિશોની એવી ફરિયાદ છે કે, પીળા રંગનું અને દુર્ગંધયુક્ત પાણી આવવાના કારણે રોગચાળા ફાટી નીકળવાની દહેશત છે. આ અંગે અગાઉ પણ રજુઆત કરવા છતાંયે તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી.

શહેરના પૂણા ગામ વિસ્તારમાં અંજની સહિત આજુબાજુની સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા ચાલી રહી છે. સ્થાનિક મહિલાઓએ આક્રોશ સાથે કહ્યું હતું કે, છેલ્લા 6 મહિનાથી પુરા ફોર્સથી પાણી આવતું નથી. છેલ્લા દસ દિવસથી તો ખૂબ જ પાણીની સમસ્યા સર્જાય છે. આ વિસ્તારના સામાજિક અગ્રણી સુરેશભાઈ સુહાગિયાએ કહ્યું હતું કે, પુણા ગામ વિસ્તારમાં છેલ્લા 4 મહિનાથી પાણીની સમસ્યા છે, લોકોને પીવાનું પૂરતું પાણી મળતુ નથી. એક બાજુ સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવે છે, મોટા મોટા બણગાઓ ફૂંકવામાં આવે છે, સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે પરંતુ મ્યુનિ. તંત્રની લાપરવાહીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.

સ્થાનિક મહિલાઓએ ડોલ- ટબ અને બેડા સાથે બારે વિરોધ કર્યા બાદ જણાવ્યું હતું કે, અમે છેલ્લા 4 મહિનાથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ, મ્યુનિના અધિકારીને  ફરિયાદ કરીએ તો અધિકારીઓ આવીને આશ્વાસન આપીને જતા રહે છે. પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી. સ્થાનિકો દ્વારા અવાર-નવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઝોન ઓફિસનો ઘેરાવ કરાશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular