Homeગુજરાતીદેશ-વિદેશદિવાળી પૂર્વે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોદી સરકારની ભેટ, DA માં 3...

દિવાળી પૂર્વે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને મોદી સરકારની ભેટ, DA માં 3 ટકાનો વધારો

નવી દિલ્હી, 28 ઓક્ટોબર 2026: કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની મોટી ભેટ આવી છે. કેન્દ્રીય મંત્રી મંડળે મોંઘવારી ભથ્થા(ડીએ) અને મોંઘવારી રાહત (ડીઆર)માં 3 ટકા વધારાને ઔપચારિક મંજુરી આપી છે. વધતી મોંઘવારી વચ્ચે લેવાયેલા આ નિર્ણયને પગલે લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોનેને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો.

કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા અને રાહત માટે કુલ રૂ. 10016 કરોડ ફાળવણી માટે મંજુરી આપી છે. ડીએ અને ડીઆર વધતા 1.17 કરોડથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેશનધારકોને ફાયદો થશે. આ નિર્ણયથી 48.54 લાખ કર્મચારીઓ અને 68.71 લાખ પેન્શનધારકોને લાભ થશે. આ વધારાનો લાભ 1 જુલાઈ 2026થી મળશે. કેન્દ્રીય કર્મચારીઓના લેવલ-1 થી લેવલ 18 સુધીમાં રૂ. 540થી રૂ. 7500 સુધીનો ફાયદો મળશે.

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં માત્ર મોંઘવારી ભથ્થું જ નહીં, પરંતુ દેશના આર્થિક અને માળખાકીય વિકાસ માટે કુલ 29267 કરોડ રૂપિયાના અન્ય પ્રસ્તાવોને પણ મંજૂરી આપવામાં આવી છે. જેમાં કન્ટેનર મેન્યુફેક્ચરિંગ પ્રમોશન સ્કીમ માટે રૂ. 10 હજાર કરોડ, ખેલો ઈન્ડિયા સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ સ્કીમ માટે રૂ. 1856 કરોડ અને પ્રધાનમંત્રી વિકસિત ગ્રામ સ્વરાજ યોજના માટે રૂ. 7395 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે. સરકારના આ પગલાથી બજારમાં લિક્વિડિટી વધશે અને આર્થિક ગતિવિધિઓને વેગ મળશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular