HomeAgency Newsવડાપ્રધાન મોદીએ કોંગ્રેસની ખિલ્લી ઉડાડી: પૂછ્યું, મતપત્રકથી ચૂંટણી થઈ, કેટલી બેઠક જીત્યા?

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસની ખિલ્લી ઉડાડી: પૂછ્યું, મતપત્રકથી ચૂંટણી થઈ, કેટલી બેઠક જીત્યા?

નવી દિલ્હી, 28 ઑક્ટોબર, 2026 – PM Modi mocks Congress ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર અને કર્ણાટકની 28 વિધાન પરિષદ બેઠકો પર યોજાયેલી MLC ચૂંટણીના પરિણામો અને વલણો બુધવારે પણ સામે આવી રહ્યા છે. આ ચૂંટણીને આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલા સત્તાના સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી હતી. આ ચૂંટણીના પરિણામોએ ખરેખર સૌને ચોંકાવી દીધા છે, જેમાં ભાજપ ગઠબંધનને અનેક રાજ્યોમાં મજબૂત સરસાઈ મળતી દેખાઈ રહી છે. બીજી તરફ, MLC ચૂંટણીમાં કોંગ્રેસનું અત્યંત ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. 28 MLC બેઠકોમાંથી કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. ઉલ્લેખનીય છે કે આ MLC ચૂંટણીઓ બેલેટ પેપર દ્વારા યોજવામાં આવી હતી, જેથી આ પરિણામોને લઈને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરો પ્રહાર કર્યો છે.

વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
કોંગ્રેસે અગાઉ અનેક ચૂંટણીઓમાં હારનું ભોંઠપ છુપાવવા EVM પર દોષનો ટોપલો ઢોળ્યો છે અને તેની સામે સતત ઝુંબેશ ચલાવતી રહી છે. જોકે, MLC ચૂંટણીઓ બેલેટ પેપર દ્વારા યોજાઈ હોવા છતાં કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના સત્તાવાર ‘X’ હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું કે, “4 મોટા રાજ્યો – ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર અને કર્ણાટકની 28 બેઠકો પર MLC ચૂંટણીઓ યોજાઈ હતી. આ ચૂંટણીઓ બેલેટ પેપર દ્વારા જ કરાવવામાં આવી હતી. હવે અંદાજ લગાવો કે કોંગ્રેસે કેટલી બેઠકો જીતી?”

આ પણ વાંચોઃ વિધાન પરિષદ ચૂંટણીઃ કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં પણ પક્ષને એકેય બેઠક ન મળી, બધે 0-0-0

શું રહ્યાં MLC ચૂંટણીના પરિણામો?
ઉત્તર પ્રદેશમાં MLC ચૂંટણીની 11 બેઠકોમાંથી 6 બેઠકોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભાજપને 4 અને સમાજવાદી પાર્ટીને 2 બેઠકો પર જીત મળી છે. બિહારમાં 4 શિક્ષક (MLC) બેઠકો પર પરિણામ જાહેર થયા છે, જેમાં RJD એ 1, જનસુરાજે 1 અને ભાજપે 1 બેઠક પર વિજય મેળવ્યો છે, જ્યારે એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે. મહારાષ્ટ્રની 5 MLC બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં મહાયુતિને બે અને MVA ને એક બેઠક પર જીત મળી છે. બીજી તરફ, કર્ણાટકની તમામ 4 બેઠકો પર NDA ના વિજયે કોંગ્રેસને આંચકો આપ્યો છે.

કર્ણાટકમાં કોંગ્રેસને મોટો ઝટકો
કર્ણાટક વિધાન પરિષદની 4 MLC બેઠકો પર NDA ગઠબંધને ભવ્ય જીત નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ (સેક્યુલર) એ સાથે મળીને તમામ 4 બેઠકો પર ક્લીન સ્વીપ કર્યું છે. બેંગલુરુ શિક્ષક બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે, જ્યાં 5 વખતથી વિજેતા રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પુટ્ટન્નાને JDS ના એ.પી. રંગનાથે 908 મતોના અંતરથી હરાવ્યા છે. કર્ણાટકમાં આ તમામ બેઠકો પર મતદાન બેલેટ પેપરથી થયું હતું, તેથી રાજ્યમાં સત્તાધારી કોંગ્રેસ પક્ષ માટે આ હારને એક બહુ મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦
સંબંધિત લેખો
- Advertisment -

Most Popular