1. Home
  2. Tag "Narendra Modi"

કોંગ્રેસ શાસિત રાજ્યમાં હનુમાન ચાલીસા સાંભળવી પણ ગુનો બને છેઃ નરેન્દ્ર મોદી

જયપુરઃ ટોંક-સવાઈ માધોપુર લોકસભા બેઠકના ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. હનુમાન જયંતિ પર તેમણે પોતાના ભાષણની શરૂઆત ‘બજરંગ બલી કી જય’થી કરી હતી. જે બાદ તેમણે કર્ણાટકની એક ઘટના યાદ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, કોંગ્રેસ સરકાર દરમિયાન હનુમાન ચાલીસા સાંભળી રહેલા એક વેપારીને માર મારવામાં આવ્યો […]

સામ્યવાદીઓએ ત્રિપુરાના લોકોને બરબાદ કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ઝંઝાવાતી પ્રચાર કરતા ત્રિપુરાના અગરતલા ખાતે જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે,આઝાદીના આટલા દાયકાઓ દરમિયાન, કોંગ્રેસના શાસન દરમિયાન, પૂર્વોત્તર રાજ્યોની ક્ષમતા સાથે ન્યાય થયો નથી. અહીં સામ્યવાદીઓએ ત્રિપુરાના લોકોને બરબાદ કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી. પરંતુ આજે […]

રામનવમી પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિજી અને નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને પાઠવી શુભકામના

નવી દિલ્હીઃ રામ નવમી પર્વને લઈને દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના આગેવાનોએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર દેશમાં આજે રામ નવમી પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી. દ્રૌપદી મુર્મૂએ રામ નવમીની પૂર્વ સંધ્યાએ તમામ સાથી નાગરિકોને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. એક સંદેશમાં, રાષ્ટ્રપતિએ કહ્યું છે કે […]

ત્રીજા કાર્યકાળ માટે આગામી 100 દિવસનો પ્લાન તૈયાર : નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમચાર એજન્સી એઅનઆઇને આપેલી એક વિશેષ મુલાકાતમાં રામ મંદિર, વન નેશન વન ઇલેક્શન, ત્રણ તલાક, ભારતના વિકાસના રોડમેપ અંગે વાત કરી હતી અને ખાસ તો દક્ષિણ ભારત ઉપર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ પરિવારવાદ અને સનાતન ધર્મ અંગે પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં ચૂંટણી ઉત્સવની […]

નરેન્દ્ર મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ બુધવારે ઇદ-અલ-ફિત્રના અવસર પર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ, સરકાર અને ટાપુ રાષ્ટ્રના લોકોને શુભેચ્છા પાઠવી. તેમણે બંને રાષ્ટ્રો વચ્ચે લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક સંબંધો પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ” જેમ આપણે પરંપરાગત ઉત્સાહ સાથે ઈદ અલ-ફિત્રની ઉજવણી કરીએ છીએ, વિશ્વભરના લોકોને કરુણા, ભાઈચારો […]

મુસ્લિમ લીગવાળા કટાક્ષ પર પીએમ મોદી વિરુદ્ધ ચૂંટણી પંચ પહોંચી કૉંગ્રેસ, કાર્યવાહીની કરી માગણી

નવી દિલ્હી: કોંગ્રેસે લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ તરફથી આપવામાં આવેલા નિવેદનોની ફરિયાદ ચૂંટણી પંચને કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના ઘોષણાપત્રને લઈને કહ્યુ હતુ કે આમા મુસ્લિમ લીગની છાપ જોવા મળી છે. હવે આની ફરિયાદને લઈને કોંગ્રેસ ચૂંટણી પંચના દરવાજે પહોંચી છે. પીએમ નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે અજમેર અને સહારનપુરની […]

પશ્ચિમ બંગાળમાં EDએ જપ્ત કરેલી કરોડની સંપતિ ગરીબોમાં વહેંચાશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે તેઓ પશ્ચિમ બંગાળમાં ગરીબો પાસેથી ‘લૂંટાયેલા’ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જપ્ત કરાયેલા નાણાં લોકોને પરત કરવા માટે કામ કરી રહ્યા છે. પીએમ મોદીએ કૃષ્ણનગર લોકસભા મતવિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના મહુઆ મોઇત્રા સામે પક્ષના ઉમેદવાર અને અગાઉના રાજવી પરિવારના સભ્ય અમૃતા રોય સાથે ટેલિફોનિક વાતચીતમાં આ […]

ભૂટાનના PM દશો શેરિંગ તોબગે 5 દિવસની ભારતની મુલાકાતે, નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે

નવી દિલ્હીઃ ભૂતાનના પ્રધાનમંત્રી દાશો શેરિંગ ટોબગે આજથી પાંચ દિવસીય ભારતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તેમની આ પહેલી વિદેશ યાત્રા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, મુલાકાત દરમિયાન ભૂટાનના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરશે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. પ્રધાનમંત્રી શેરિંગ તોબગે પણ મુંબઈ જશે. વિદેશ અને વિદેશ […]

Lok Sabha Elections 2024: શા માટે થઈ રહી છે 2004 અને 2024ની ચૂંટણીની સરખામણી?

નવી દિલ્હી: 2014 અને 2019ની લોકસભાની ચૂંટણી હિંદુત્વ કરતા વધારે વિકાસ અને રાષ્ટ્રવાદના મુદ્દા પર લડાયેલી ચૂંટણીઓ હતી. 2024ની લોકસભાની ચૂંટણી પણ રાષ્ટ્રવાદના નામે જ લડાશે. પરંતુ આમા હિંદુત્વનું એક બહુ મોટું ફેક્ટર હશે. 2024ની લોકસભાની ચૂંટણીની 20 વર્ષ પહેલા યોજાયેલી 2004ની ચૂંટણી સાથે સરખામણી થઈ રહી છે. ઘણાં વિશેષજ્ઞોનું માનવું છે કે બંને ચૂંટણીઓની […]

1980થી 2019ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપની સંઘર્ષથી સત્તાના શિખર સુધીની રાજકીય યાત્રા, 2થી 303 બેઠકો સુધીની સફર

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિવોઈ ભાજપને સૌથી વધુ 37.7 ટકા વોટ અને 303 બેઠકો 2019માં પ્રાપ્ત થઈ છે. જ્યારે 1984ની ચૂંટણીમાં ભાજપને સૌથી ઓછા 7.4 ટકા વોટ સાથે સૌથી ઓછી માત્ર 2 બેઠકો પ્રાપ્ત થઈ હતી. કટોકટી બાદ જનતા પાર્ટી-જનતા મોરચાની મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણસિંહની સરકારોના વધુ નહીં ચાલવાની સ્થિતિમાં 1980માં લોકસભા ચૂંટણી યોજાઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code