1. Home
  2. Tag "MAHARASHTRA"

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો નક્સલમુક્ત જાહેર કરાયો

નવી દિલ્હી, 17 મે 2026: Gadchiroli district declared Naxal-free મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો નક્સલ મુક્ત બન્યો છે. નક્સલ વિરોધી ઓપરેશન “અંતિમ પ્રહાર” હેઠળ આઠ નક્સલવાદીઓની ધરપકડ અને પાંચ અન્ય લોકોના આત્મસમર્પણ બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક એમ. નરેશે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા નક્સલીઓના માથા પર 64 લાખનું ઈનામ હતું. પોલીસે ઓપરેશન દરમિયાન […]

મહારાષ્ટ્રમાં નીતિન ગડકરીએ હાઈ-સ્પીડ અને હાઈ-ડેન્સિટી કોરિડોરની સમીક્ષા કરી

મુંબઈ, 5 મે 2026: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ મહારાષ્ટ્રમાં સૂચિત હાઈ-સ્પીડ કોરિડોર, હાઈ-ડેન્સિટી કોરિડોર અને અન્ય મહત્વપૂર્ણ રાષ્ટ્રીય રાજમાર્ગ કોરિડોરની સમીક્ષા કરી હતી. નવી દિલ્હીમાં યોજાયેલી સમીક્ષા બેઠક દરમિયાન, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ નાગપુર-ભંડારા સેક્શનના છ-લેનિંગ, તલોદા-બુરહાનપુર સેક્શનના ચાર-લેનિંગ, દુર્ગ-ગઢચિરોલી-મંચેરિયલ કોરિડોર, ગઢચિરોલી-કાંકેર (રાયપુર-વાઈઝેગ) કોરિડોર, ગ્વાલિયર-નાગપુર કોરિડોર, નાગપુર-હૈદરાબાદ કોરિડોર, ભંડારા-રાયપુર સેક્શનના છ-લેનિંગ, […]

તબીબી ક્ષેત્ર માત્ર વ્યવસાય નહીં, માનવતાની સેવા કરવાનો માર્ગ છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

નાગપુર, 15 એપ્રિલ 2026: ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે મહારાષ્ટ્રના નાગપુર ખાતે પ્રતિષ્ઠિત સંસ્થા એમ્સ નાગપુરના પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી. યુવા તબીબોને સંબોધતા રાષ્ટ્રપતિએ તબીબી વ્યવસાયમાં ટેકનોલોજીની સાથે માનવીય સંવેદના અને નૈતિક મૂલ્યોના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “તબીબી ક્ષેત્ર એ માત્ર આજીવિકા મેળવવાનો વ્યવસાય નથી, પરંતુ […]

મહારાષ્ટ્ર: ઠાણેમાં સિમેન્ટ મિક્સર અને વાન વચ્ચે અકસ્માત, 9 ના મોત

મુંબઈ, 13 એપ્રિલ 2026: મહારાષ્ટ્રના ઠાણે જિલ્લાના મુરબાડ વિસ્તારમાં આજે સોમવારે સવારે એક અત્યંત હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે આવી રહેલા સિમેન્ટ મિક્સર અને પેસેન્જર વાન વચ્ચે થયેલી પ્રચંડ ટક્કરમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના સવારે અંદાજે […]

મહારાષ્ટ્રના હિંગોલીમાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફફડાટ

મુંબઈ, 11 એપ્રિલ 2026: મહારાષ્ટ્રના મરાઠવાડા ક્ષેત્રમાં હિંગોલીમાં શનિવારે સવારે 4.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. પડોશી નાંદેડ અને પરભણી જિલ્લાના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે જાનમાલને નુકસાન થયાના તાત્કાલિક કોઈ અહેવાલ નથી. હિંગોલીના કલેક્ટર રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે પાંગરા શિંદે ગામમાં કેટલાક ઘરો અને એક કોમ્યુનિટી હોલમાં તિરાડો […]

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: મહારાષ્ટ્રમાં ભારતની પ્રથમ 7 કિમી લાંબી ‘અંડરસી’ ટનલનું કામ તેજ ગતિએ

મુંબઈ, 9 એપ્રિલ 2026: ભારતના મહત્વાકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક નવો સીમાચિહ્ન સર થયો છે. મહારાષ્ટ્રમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અને સાવલી (ઘાંસોલી) વચ્ચે ટનલ નિર્માણ માટે વિશાળકાય ટનલ બોરિંગ મશીન (TBM) ને એસેમ્બલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. 21 કિમી લાંબી આ ટનલનો સૌથી રોમાંચક ભાગ થાણે ક્રિકની નીચે બની રહેલી […]

નાગપુરમાં RSS મુખ્યાલય નજીકથી વિસ્ફોટક સામગ્રી મળી, હાઈએલર્ટ જાહેર કરાયું

નાગપુર, 7 એપ્રિલ 2026: મહારાષ્ટ્રના નાગપુર સ્થિત આરએસએસ મુખ્યાલય પાસેથી વિસ્ફોટક સમગ્રી મળતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આરએસેસ મુખ્યાલય પાસેથી એક બેગ મળી હતી. જેમાં 15 જિલેટિન સ્ટીક, 50 ડિટોનેટર અને 8 કનેક્ટર મળી આવ્યાં હતા. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ […]

મહારાષ્ટ્રના નાંદેડમાં બે વિરોધી ગેંગ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ લોકોના મોત

નવી દિલ્હી, 04 એપ્રિલ 2026: મહારાષ્ટ્રના નાંદેડમાં બે વિરોધી ગેંગ વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ લોકોના મોત થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, વિરોધી ગેંગ વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. શુક્રવારે રાત્રે, એક ગેંગના સભ્યો ફિલ્મ જોઈને પાછા ફરી રહ્યા હતા ત્યારે બીજી હરીફ ગેંગના સભ્યોએ તેમને રોક્યા અને હુમલો કર્યો, જેઓ તેમની ગતિવિધિઓ પર […]

મહારાષ્ટ્રમાં મહિલા કર્મચારીઓને વિશિષ્ટ સુવિધાઃ જાણો “વહેલા આવો-વહેલા જાઓ” યોજના શું છે?

મુંબઈ, 11 માર્ચ, 2026 – Special facility for women employees મહિલા દિવસની પૃષ્ઠભૂમિમાં “કમ અર્લી-ગો અર્લી” (વહેલા આવો-વહેલા જાઓ) નિર્ણય હેઠળ મુંબઈ મહાનગર ક્ષેત્રની મહિલા કર્મચારીઓને સવારે 9:15 થી 9:45 વાગ્યાની વચ્ચે કાર્યાલયમાં વહેલા આવીને જેટલી મિનિટ વહેલા કામ શરૂ કરશે, તેટલી જ મિનિટ સાંજે કાર્યાલયથી વહેલા નીકળવાની પરવાનગી આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં હવે સરકારી મહિલા કર્મચારીઓ […]

વર્સોવામાંથી ગેરકાયદેસર રહેતા 25 બાંગ્લાદેશીઓ ઝડપાયા, નકલી દસ્તાવેજો મળ્યાં

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2026: મુંબઈ પોલીસે શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અંધેરીના વર્સોવા વિસ્તારમાંથી 25 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. આ તમામ લોકો કોઈપણ માન્ય દસ્તાવેજ વિના છેલ્લા કેટલાક વર્ષોથી અહીં રહેતા હતા. પોલીસને તેમની પાસેથી મોટી સંખ્યામાં નકલી ભારતીય ઓળખપત્રો પણ મળી આવ્યા છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code