1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશના સીએમ યોગીની હત્યાની સોશિયલ મીડિયા મારફતે ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર યુવક શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ પ્રયાગરાજ પોલીસે FIR નોંધી છે અને તેની ધરપકડ માટે દરોડા પાડી રહી છે. વાયરલ વીડિયોના આધારે સામાજિક કાર્યકર્તા સર્વેશ કુમારે પ્રયાગરાજના ગંગાનગરના નવાબગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી શમીમ ઉર્ફે બબલુ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આરોપી વિરુદ્ધ આઈપીસીની કલમ 506 અને […]

પ્રથમવાર મતદાન કરનારા મતદારાઓએ ચૂંટણીમાં મળેલી તક ગુમાવવી જોઈએ નહીઃ પીએમ મોદી

અમરોહા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારે બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે અમરોહાના ગજરૌલા પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ લોકસભા ચૂંટણીની ઉજવણી છે. પીએમ મોદીએ કહ્યું કે જેઓ પહેલીવાર વોટ કરી રહ્યા છે. તેઓએ આ […]

ઉત્તરપ્રદેશના આઝમગઢમાં તળાવમાં ડૂબી જવાથી ચાર બાળકોના મોત

ગરમીથી બચવા બાળકો તળાવમાં નહાવા ગયા હતા પશુપાલકોએ બાળકો ન જોતા સ્થાનિક આગેવાનોને જાણ કરી હતી ચાર બાળકોના મોતથી આઝમગઢમાં શોકનો માહોલ લખનૌઃ ઉત્તર પ્રદેશના આઝમગઢ જિલ્લાના માર્ટીનગંજ તહસીલ વિસ્તારના કુશાલગાંવમાં તળાવમાં નહાતી વખતે ચાર બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે, ચાર બાળકો તળાવમાં નહાવા ગયા હતા. બાળકોની ઉંમર સાતથી દસ વર્ષની […]

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને બહાલ કરવાની તૈયારીમાં કૉંગ્રેસ, સ્મૃતિ ઈરાનીએ લગાવ્યો આરોપ

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના ઘોષણાપત્રની ટીકા કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ સત્તામાં આવવા પર જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને બહાલ કરવાની યોજના બનાવી રહી છે. લોકસભા ચૂંટણી માટે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં રેલીઓમાં ભાગ લઈ રહેલા સ્મ઼ૃતિ ઈરાનીએ શુક્રવારે મોડી સાંજે શહારના વેપારીઓની સાથે સંવાદ બેઠક કરી હતી. […]

યુપીની 16000 મદરસાઓ પરથી ટળી ગયું સંકટ, સુપ્રીમ કોર્ટે લગાવી HCના ચુકાદા પર રોક

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ મદરસા એજ્યુકેશન એક્ટને રદ્દ કરનારા અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે મદરસા સંચાલકો તરફથી દાખલ અરજી પર સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે મદરસા એક્ટને એમ કહીને નકાર્યો હતો કે તે ગેરબંધારણીય અને સેક્યુલારિઝ્મની વિરુદ્ધ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની આગેવાનીવાળી ત્રણ […]

ઉત્તરપ્રદેશઃ બાબા વિશ્વનાથ ધામમાં એક મહિનામાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ

લખનૌઃ ભવ્ય અને વિસ્તૃત કાશી વિશ્વનાથ દરબારમાં આવતા વિક્રમજનક સંખ્યામાં શ્રદ્ધાળુઓ સાથે મંદિરની આવકમાં સતત રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. આ વર્ષે માર્ચ મહિનામાં ભક્તોએ બાબાની હુંડીમાં 3 કરોડથી વધારે રૂપિયાનું દાન કર્યું છે. મંદિર પ્રશાસન અનુસાર, વર્ષ 2023 માટે આ આંકડો 2 કરોડથી વધારે હતો. આ વર્ષે માર્ચ 2024 માં બેંક અને ઓનલાઈન માધ્યમ દ્વારા […]

મુખ્તાર અંસારીના મોત પર રાજકીય બબાલ શરૂ, BSPથી લઈને AIMIMએ ઝેર આપવાના દાવાની તપાસની કરી માંગ

નવી દિલ્હી: યુપીની બાંદા જેલમાં બંધ બાહુબલી નેતા અને ડૉન મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. મેડિકલ કોલેજ બાંદાએ મોતની પુષ્ટિ કરી છે. આખા યુપીમાં પોલીસ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા કડક કરી દીધી છે. મઉ, ગાઝીપુર અને બાંદા જિલ્લામાં કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. તો અંસારીના મોત પર રાજકીય બબાલ પણ શરૂ થઈ ચુકી […]

યુપીના મુરાદાબાદ પર મહાગુંચવાડો: હવે સમાજવાદી પાર્ટીએ રુચિ વીરાને નામાંકન કરવાથી રોક્યા, એસ.ટી. હસનના બદલે ફાઈનલ થયું હતું નામ

મુરાદાબાદ: સમાજવાદી પાર્ટીમાં મુરાદાબાદ બેઠકને લઈને સતત અસમંજસતા બનેલી છે. સૂત્રો મુજબ, હવે પાર્ટીએ આઝમખાન ખેમાની રુચિ વીરાને નામાંકન કરવાથી રોક્યા છે. મંગળવારે સાંજે પાર્ટીએ રુચિ વીરાને આજે નામાંકન કરવાનું કહ્યું હતું. જ્યારે એસટી હસન ગઈકાલે બપોરે જ મુરાદાબાદથી નામાંકન દાખલ કરી ચુક્યા છે. રુચિ વીરાના નામ બાદ મુરાદાબાદમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ મોટો વિરોધ કર્યો […]

ઉત્તરપ્રદેશમાં જાનૈયાઓની બસ ઉપર હાઈટેન્શન વાયર પડતા સર્જાઈ દૂર્ઘટના, 10ના મોતની આશંકા

લખનૌઃ ઉત્તરપ્રદેશના ગાજીપુરમાં ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. મરહદ વિસ્તારમાં મઉમાં જાનૈયાઓને લઈને પસાર થતી બસ ઉપર હાઈટેંશન વાયર પડ્યો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. હાઈટેંશન વાયર પડ્યાં બાદ બસમાં આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં દસ વ્યક્તિઓના મોત થયાં હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. તેમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કરંટને […]

લોકસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશ અને તંલગાણા સાથે મધ્યપ્રદેશમાં પણ બસપા ઉમેદવારો ઉભા રાખશે

લખનૌઃ ઉત્તર પ્રદેશ અને તેલંગાણા બાદ માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ મધ્યપ્રદેશમાં લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. BSP આગામી લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશની તમામ 29 બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે. આ સાથે મધ્યપ્રદેશમાં ચૂંટણીનો મુકાબલો પણ ત્રિકોણીય બની શકે છે. કોંગ્રેસ સાથે ગઠબંધન દરમિયાન સપાએ મધ્યપ્રદેશની ખજુરાહો બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી, જેને કોંગ્રેસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code