1. Home
  2. Tag "uttar pradesh"

ઉત્તરપ્રદેશમાં જાનૈયાઓની બસ ઉપર હાઈટેન્શન વાયર પડતા સર્જાઈ દૂર્ઘટના, 10ના મોતની આશંકા

લખનૌઃ ઉત્તરપ્રદેશના ગાજીપુરમાં ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. મરહદ વિસ્તારમાં મઉમાં જાનૈયાઓને લઈને પસાર થતી બસ ઉપર હાઈટેંશન વાયર પડ્યો હતો. જેના પગલે નાસભાગ મચી ગઈ હતી. હાઈટેંશન વાયર પડ્યાં બાદ બસમાં આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં દસ વ્યક્તિઓના મોત થયાં હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. તેમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કરંટને […]

લોકસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશ અને તંલગાણા સાથે મધ્યપ્રદેશમાં પણ બસપા ઉમેદવારો ઉભા રાખશે

લખનૌઃ ઉત્તર પ્રદેશ અને તેલંગાણા બાદ માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ મધ્યપ્રદેશમાં લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. BSP આગામી લોકસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશની તમામ 29 બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે. આ સાથે મધ્યપ્રદેશમાં ચૂંટણીનો મુકાબલો પણ ત્રિકોણીય બની શકે છે. કોંગ્રેસ સાથે ગઠબંધન દરમિયાન સપાએ મધ્યપ્રદેશની ખજુરાહો બેઠક પરથી ચૂંટણી લડવાની ઓફર કરી હતી, જેને કોંગ્રેસે […]

પૂર્વ સાંસદ ધનંજયસિંહને સાત વર્ષની કેદની સજા, ખંડણી અને અપહરણ મામલે છે દોષિત

જૌનપુર: ભૂતપૂર્વ સાંસદ ધનંજયસિંહને સાત વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. અપહરણ અને ખંડણી માંગવાના કેસમાં એમપી-એમલે કોર્ટે પૂર્વ સાંસદ ધનંજયસિંહ અને તેમના સાથી સંતોષ વિક્રમને દોષિત ઠેરવ્યા હતા. સુનાવણી દરમિયાન ફરિયાદી અને સાક્ષી બંને પક્ષ હોસ્ટાઈલ થઈ ગયા હતા. પરંતુ કોર્ટે તેના પછી પણ પુરાવા અને પોલીસની વિવેચનાના આધારે બંનેને દોષિત માન્યા હતા. ધનંજયસિંહ […]

લોકસભા ચૂંટણી 2024: કેન્દ્રિય ચૂંટણી પંચ ત્રણ દિવસ ઉત્તરપ્રદેશના પ્રવાસે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. ત્યારે કેન્દ્રિય ચૂંટણી પંચ આજથી ત્રણ દિવસ ઉત્તરપ્રદેશના પ્રવાસે પહોંચશે. અહીં ચૂંટણી પંચ ઉત્તરપ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. મહત્વનું છે કે, લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમક્ષી કરવા માટે ચૂંટણી પંચ વિવિધ રાજ્યોની મુલાકાત લઈ રહ્યું છે. આ પહેલા ચૂંટણી પંચની ટીમ તમિલનાડુમાં પણ સમીક્ષા કરવા પહોંચી હતી. […]

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને ઝટકો, વિધાનસભાના મુખ્ય દંડક મનોજ પાંડેએ આપ્યું રાજીનામું

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજ્યસભાની 10 બેઠકો માટે આજે વિધાનસભામાં મતદાન ચાલી રહ્યું છે. રાજ્યસભા ચૂંટણીના મતદાન પહેલા સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને મોટો ઝટકો લાગ્યો હતો. તેમના વિશ્વાસુ, પક્ષના નેતા અને વિધાનસભામાં મુખ્ય દંડક મનોજ પાંડેએ રાજીનામું આપીને પક્ષમાં ચાલી રહેલી આંતરકલહ અને નારાજગી સ્પષ્ટ કરી દીધી છે. મનોજ પાંડે છેલ્લા […]

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશની 10 સહિત કુલ 15 બેઠક માટે મતદાન

નવી દિલ્હીઃ આજે 3 રાજ્યોની 15 રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. જેમાં ઉત્તરપ્રદેશની 10 કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની 1 બેઠકનો સમાવેશ થાય છે. ઉત્તપ્રદેશની 10 બેઠકો માટે 11 ઉમેદવાર મેદાને છે, જેમાં સમાજવાદી પાર્ટીએ જય બચ્ચન, રામજીલાલ સુમન અને નિવૃત IAS આલોક રંજનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેની સામે ભારતીય જનતા પાર્ટીએ પોતાના […]

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી-કૉંગ્રેસ ગઠબંધનનું કારણ મુસ્લિમ વોટબેંક?

નવી દિલ્હી: કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ચુકી છે. ઉત્તરપ્રદેશની કુલ 80 લોકસભા બેઠકોમાંથી 17 પર કોંગ્રેસ અને બાકીની બેઠકો પર અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને તેના નાના સાથીપક્ષો ચૂંટણી લડશે. જો કે સમાજવાદી પાર્ટી મહિનાઓથી દાવો કરી રહી હી કે કોંગ્રેસ, ઉત્તરપ્રદેશમાં મજબૂત નથી. માટે તેને તે હિસાબથી બેઠકો માંગવી […]

રામાયણને લઈને વિવાદીત ટીપ્પણી કરનારા સ્વામી પ્રસાદ મૌર્યે સમાજવાદી પાર્ટીમાંથી આપ્યું રાજીનામું

લખનૌ: સ્વામી પ્રસાદ મૌર્યે સમાજવાદી પાર્ટી સાથેના પોતાના સંબંધોને સંપૂર્ણપણે તોડી નાખ્યા છે. તેમણે પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પદેથી 13 ફેબ્રુઆરીએ રાજીનામું આપ્યું હતું. મંગળવારે તેમણે પાર્ટીની પ્રાથમિક સદસ્યતા અને એમએલસી પદેથી પણ રાજીનામું આપ્યું છે. આના પહેલા અખિલેશ યાદવે સોમવારે આપેલા નિવેદનને ટાંકીને સ્વામી પ્રસાદ મૌર્યે કહ્યુ હતુ કે અખિલેશની સરકાર ન તો કેન્દ્રમાં છે […]

લાલબહાદૂર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસને કર્યું બાય-બાય, સપ્તાહમાં 3 નેતાઓએ કોંગ્રેસ છોડી

નવી દિલ્હી: દર વખતની જેમ આ વખતે પણ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં દોડધામ છે. એક પછી એક નેતાઓ પાર્ટીને આવજો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ બાદ હવે પૂર્વ વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે સોશયલ મીડિયા મંચ એક્સ પર પોસ્ટ દ્વારા આની જાણકારી આપી. વિભાકર શાસ્ત્રીએ […]

દેશમાં સૌથી વધારે કોલેજ ઉત્તર પ્રદેશમાં, દર એક લાખની વસ્તીએ 30 કોલેજ

લખનૌઃ સરકારના અખિલ ભારતીય સર્વે મુજબ, ઉત્તર પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે દેશમાં સૌથી વધુ કોલેજો છે, ત્યારબાદ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કોલેજ આવેલી છે. શિક્ષણ મંત્રાલય દ્વારા AISHE સર્વે જાહેર કરવામાં આવ્યો છે. ભારતમાં કોલેજોની સંખ્યાના સંદર્ભમાં ટોચના 10 રાજ્યોમાં રાજસ્થાન, તમિલનાડુ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ગુજરાત, તેલંગાણા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે, જેમાં એક લાખની વસ્તી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code