વડોદરા, 4 ઓગસ્ટ 2026: 12-year-old girl dies after being dragged away by a crocodile જિલ્લાના પાદરા તાલુકાના મેઢાદ ગામ નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે 12 વર્ષની બાળકીને મગર પાણીમાં ખેંચી ગયો હતો. સવારના સમયે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ અને SDRF ની ટીમ દ્વારા હાથ ધરાયેલા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને કિશોરીનો મૃતદેહ મળી આવતા સમગ્ર ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મેઢાદ ગામે વિશ્વામિત્રી નદીના પાણી જોવા ગયેલી 12 વર્ષની કિશોરી પર મગરે હુમલો કરી તેને પાણીમાં ખેંચી લીધી હતી. ફાયર બ્રિગેડ અને SDRF ની ટીમ દ્વારા હાથ ધરાયેલા સઘન સર્ચ ઓપરેશન બાદ આજે સવારે કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો
આ બનાવની વિગત એવી છે કે, મેઢાદ ગામે રહેતી અને ધોરણ-6 માં અભ્યાસ કરતી હેતલ રાઠોડિયા નામની માસૂમ બાળકી પોતાના દાદા, ભાઈ અને બહેન સાથે ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પાણી જોવા માટે ગઈ હતી. આ દરમિયાન નદીમાં રહેલા એક મહાકાય મગરે અચાનક હુમલો કરી બાળકીને પાણીમાં ખેંચી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની 2 ટીમો અને SDRF ની 1 ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને નદીમાં કિશોરીની શોધખોળ શરૂ કરી હતી. ગઈકાલે મોડી સાંજ સુધી કોઈ પત્તો ન લાગતા રાત્રિના સમયે સર્ચ ઓપરેશન અટકાવવું પડ્યું હતું. આજે સવારે ફરીથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન ઘટનાસ્થળની સામેના કિનારેથી કિશોરીનો મૃતદેહ મળી આવ્યો હતો. રેસ્ક્યુ ટીમે મૃતદેહને નદીમાંથી બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પોલીસે જરૂરી કાગળિયા અને પંચનામાની કામગીરી પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડ્યો છે. માસૂમ બાળકીના કરુણ મોતથી મેઢાદ ગામમાં ઘેરા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

