Homerevoinewsકૅપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થનાસભાનું આયોજન

કૅપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થનાસભાનું આયોજન

સુરત, 4 ઑક્ટોબર, 2026 – Prayer for Captain Smit Machhar માનવતા માટે કેપ્ટન સ્મિત મચ્છરએ પોતાના પ્રાણની પરવા કર્યા વગર 174 લોકોના જીવન બચાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને આ સંઘર્ષમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા.

“ડૉ. હેડગેવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ, સુરત” દ્વારા આજે રવિવારે શિક્ષિકા બહેનોના પ્રશિક્ષણ વર્ગમાં 270 શિક્ષિકા અને 44 ટ્રસ્ટી ગણો સાથે રાંદેર અને મગોબમાં શ્રી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કેપ્ટન સ્મિત મચ્છરના સસરા જયસુખભાઇ જોગી અને જોગી પરિવારના સદસ્યો મુંબઈથી વીડિયો કોન્ફરન્સથી સાથે જોડાયા હતા. જેમને કેપ્ટન સ્મિતના સ્વાસ્થ્યની જાણકારી આપી.

સોમવારે દિનાંક 05-10-2026ના રોજ ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલાં 268 સેવા કાર્ય કેન્દ્રો ઉપર કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના થશે અને શ્રી હનુમાન ચાલીસા પાઠ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ  કોકપિટમાં સ્મિત મચ્છર સાથે શું થયું હશે? આતંકી ઘટનાનો ચિતાર

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular