શનિવાર સુધીમાં બંધકો પાછા નહિ આવે તો ગાઝા યુદ્ધવિરામ સમાપ્ત થશે : ઇઝરાયલ
ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું છે કે, જો ગાઝામાં રાખવામાં આવેલા ઇઝરાયલી બંધકોને શનિવાર સુધીમાં પરત નહીં મોકલવામાં આવે તો હમાસ સાથેનો યુદ્ધવિરામ સમાપ્ત થઈ જશે અને ઇઝરાયલ ગાઝામાં “ભીષણ લડાઈ” ફરી શરૂ કરશે. એક વીડિયો સ્ટેટમેન્ટમાં, બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું કે તેમના કેબિનેટ મંત્રીઓએ બપોરે ચાર કલાક ચાલેલી બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપી હતી. […]