Homeગુજરાતીગુજરાતગિફ્ટ સિટી ગ્રાઉન્ડ ખાતે સુરક્ષાદળોના આશરે 5500 જવાનો દ્વારા પરેડ રિહર્સલ

ગિફ્ટ સિટી ગ્રાઉન્ડ ખાતે સુરક્ષાદળોના આશરે 5500 જવાનો દ્વારા પરેડ રિહર્સલ

ગાંધીનગર, 10 ઓક્ટોબર, 2026 : Parade rehearsal by around 5500 security forces personnel at Gift City Ground આગામી તારીખ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાનારી ભવ્ય પરેડની પૂર્વ તૈયારીઓ ગાંધીનગર ખાતે પૂરજોશમાં ચાલી રહી છે. આ પરેડમાં વિવિધ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોની ૨૦ માર્ચિંગ કન્ટીજન્ટ્સ, ૧૦ બેન્ડ કન્ટીજન્ટ્સ, ગાર્ડ ઓફ ઓનર અને ધ્વજવાહકો સહિત અંદાજે ૫,૫૦૦ જેટલા અધિકારીઓ અને જવાનો તારીખ ૨૧મી સપ્ટેમ્બરથી ગાંધીનગરના ગિફ્ટ સિટી ગ્રાઉન્ડ ખાતે નિયમિત પરેડ પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ તમામ ટુકડીઓ તા. ૨૦મી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ એકતા નગર જવા રવાના થશે અને ત્યાં આખરી રિહર્સલ કરશે.

પરેડ પ્રેક્ટિસમાં જોડાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે ગાંધીનગરના સેક્ટર-૨૮ અને સેક્ટર-૨૯ ખાતે આવેલા R&B ક્વાર્ટર્સમાં સુચારુ રહેઠાણની વ્યવસ્થા કરવામાં આવી છે. રહેઠાણ સ્થળે શુદ્ધ પીવાનું પાણી, પૌષ્ટિક ભોજન, સ્વચ્છતા તેમજ તાત્કાલિક પ્રાથમિક સારવારની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે ગિફ્ટ સિટી ગ્રાઉન્ડ ખાતે પ્રેક્ટિસ દરમિયાન પણ જરૂરી તબીબી ટીમ અને એમ્બ્યુલન્સ સહિતની જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.

પરેડ સાથે સંકળાયેલા જવાનોમાં તા. ૨૬/૦૯/૨૦૨૬ની આસપાસ ડેન્ગ્યુના લક્ષણો જણાતાં ગાંધીનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સઘન પગલાં લેવામાં આવ્યા છે. સેક્ટર-૨૮ અને સેક્ટર-૨૯ના રહેઠાણ વિસ્તારો તેમજ પરેડ ગ્રાઉન્ડ ખાતે મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોની નિયમિત ચકાસણી કરવામાં આવી રહી છે. સાવચેતીના પગલારૂપે સમગ્ર પરિસરમાં નિયમિત ફોગિંગ અને એન્ટિ-લાર્વા કામગીરી હાથ ધરાઈ છે તેમજ નિયમિત સફાઈ કામગીરી ચાલુ છે. તમામ જવાનોને મચ્છરદાની પૂરી પાડવામાં આવી છે અને દરેક રૂમમાં મોસ્કિટો રિપેલન્ટ સાધનોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular