HomeAgency Newsજુઓ VIDEO: ઉત્તરપ્રદેશમાં બે દિવસમાં મહિલાઓ સહિત 10,000થી વધુ દલિતોએ જનોઈ ધારણ...

જુઓ VIDEO: ઉત્તરપ્રદેશમાં બે દિવસમાં મહિલાઓ સહિત 10,000થી વધુ દલિતોએ જનોઈ ધારણ કરી

લખનૌ, 15 એપ્રિલ, 2026 – વિશ્વાસપાત્ર સોશિયલ મીડિયામાં છેલ્લા 24 કલાક કરતાં વધુ સમયથી એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે. આ સમાચારે સનાતની રાષ્ટ્રવાદી નાગરિકોને ખુશ કરી દીધા છે તો દેખીતી રીતે રાષ્ટ્રીય એકતા વિરોધી, સનાતન વિરોધી ટોળકીઓ કાંતો મૌન થઈ ગઈ છે અથવા તેના વિરુદ્ધ અપપ્રચાર કરી રહી છે.

સમાચાર એ છે કે, બે અલગ અલગ ઘટનામાં મહિલાઓ સહિત 10,000 દલિતોએ જનોઈ ધારણ કરી છે. એક ઘટના ગાઝિયાબાદની છે અને બીજી ઘટના મેરઠની છે.

પ્રથમ ઘટનામાં અગ્નિવીર નામે સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર એક વીડિયો પ્રસારિત કરીને કહેવામાં આવ્યું છે કે, થોડા દિવસ અગાઉ ગાઝિયાબાદમાં ખ્રિસ્તી મિશનરીઓએ જે વિસ્તારમાં ધર્માંતર કરાવવા માટે જનોઈને અપવિત્ર ગણાવીને કેટલાક લોકોને એ જનોઈ ઉતારીને ફેંકી દેવા ઉશ્કેર્યા હતા. એ ખ્રિસ્તી મિશનરીઓએ વાસ્તવમાં તેમના ધર્માંતરણના બિઝનેસ માટે હિન્દુ મહિલાઓને નિશાન બનાવી હતી. જોકે, અગ્નિવીરના કાર્યકરોએ આ મહિલાઓને સનાતનનું સાચું મહત્ત્વ સમજાવ્યું અને તેમણે ગૌરવભેર જનોઈ ધારણ કરી છે એવું વીડિયો સાથે જણાવવામાં આવ્યું છે. (જુઓ વીડિયો)

બીજી ઘટના પણ ઉત્તરપ્રદેશની જ છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, 10,000 કરતા વધુ દલિત બંધુઓએ જનોઈ ધારણ કરી છે. આ ઘટનાને ઉત્તરપ્રદેશના વિવિધ સ્થાનિક મીડિયાએ પણ વીડિયો અહેવાલો મારફત પ્રસારિત કરી છે. (જુઓ વીડિયો)

મહત્ત્વનું છે કે, ક્રેટલી (KreatelyMedia) નામના સમાચાર મીડિયાએ આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, ઉત્તરપ્રદેશના મેરઠમાં 10,000 કરતાં વધુ દલિતોએ જનોઈ ધારણ કરી. આરંભ હૈ પ્રચંડ! (જુઓ KreatelyMediaની પોસ્ટ)

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular