નવી દિલ્હી, 12 નવેમ્બર, 2026 – Sam Pitroda praised the Prime Minister ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સેમ પિત્રોડાએ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું છે કે એક વ્યક્તિ તરીકે હું તેમનું સન્માન કરું છું. મારી પત્ની અને હું તેમને મળી ચૂક્યા છીએ. આના પર પીએમ મોદીએ પણ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે આવનારું વર્ષ આનંદમય રહે.
સેમ પિત્રોડાએ અગાઉ અનેક પ્રસંગોએ પીએમ મોદીની ટીકા કરી છે, જેને લઈને ઘણો રાજકીય હોબાળો મચી ચૂક્યો હતો. ન્યૂઝ એજન્સી IANS સાથે વાતચીત કરતા સેમે કહ્યું, “તે મારા એક ગુજરાતી મિત્ર છે. એક વ્યક્તિ તરીકે હું તેમનું સન્માન કરું છું. મારી પત્ની અને હું તેમને મળી ચૂક્યા છીએ. વ્યક્તિગત સ્તરે તેઓ ખૂબ જ સ્નેહાળ, દયાળુ, પ્રેમાળ અને કાળજી રાખનારા રહ્યા છે. અલબત્ત, તેઓ એક સારા વક્તા છે અને ખૂબ જ મહેનતુ છે, અને અમારી વચ્ચે ખૂબ જ સારી બને છે. અમારી વચ્ચે કોઈ અંગત મતભેદ નથી.”
પીએમ મોદીના વખાણ કર્યા
તેમણે આગળ કહ્યું, “એક ગુજરાતી નેતા, મિત્ર કે શુભેચ્છક તરીકે, મને મિસ્ટર મોદી સામે કોઈ ફરિયાદ નથી. તેમણે મારા પ્રત્યે ખૂબ જ સ્નેહ બતાવ્યો છે, અને હું તેની કદર કરું છું. એ જ રીતે, હું ગુજરાતમાં તેમના ઘરે પણ ઘણી વખત જઈ ચૂક્યો છું…”
Happy Diwali and Nutan Varsh Abhinandan to you Sam Bhai and to Anjana Ben.
Praying for a joyful and healthy year ahead.
Jai Jagannath!
@sampitroda
— Narendra Modi (@narendramodi) November 12, 2026
પીએમ મોદીએ આપ્યો જવાબ
સેમ પિત્રોડાની પ્રશંસાનો પીએમ મોદીએ જવાબ આપ્યો છે. તેમણે લખ્યું, “તમને સેમ ભાઈ અને અંજના બેન ને દિવાળી અને નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓ. આવનારું વર્ષ આનંદમય અને સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરું છું. જય જગન્નાથ.”
શું થયો હતો વિવાદ?
સેમ પિત્રોડાએ થોડા સમય પહેલા ભારતના લોકો પર જાતિવાદી ટિપ્પણી કરી હતી, જેના પર પીએમ મોદીએ તેમને જવાબ પણ આપ્યો હતો. સેમે કહ્યું હતું કે, “ભારતમાં પૂર્વના લોકો ચીની જેવા દેખાય છે, પશ્ચિમના લોકો અરબ જેવા દેખાય છે, ઉત્તરના લોકો કદાચ ગોરા જેવા દેખાય છે અને દક્ષિણના લોકો આફ્રિકી જેવા દેખાય છે.” આના પર પીએમ મોદીએ પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું હતું, “હું ખૂબ ગુસ્સામાં છું. શાહજાદાના એક કાકાએ આજે એવી ગાળ આપી છે, જેણે મને ગુસ્સાથી ભરી દીધો છે. બંધારણ માથા પર રાખનારા લોકો દેશની ચામડીનું અપમાન કરી રહ્યા છે.”








