1. Home
  2. Tag "nda"

લોકસભા ચૂંટણીઃ પંજાબમાં પણ ભાજપા એકલા હાથ ચૂંટણી જંગમાં ઝંપલાવશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની બ્યુગલ ફુંકાઈ ચૂંક્યું છે અને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓને વધારે તેજ કરી છે. એટલું જ નહીં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાની સાથે ચૂંટણી પ્રચારને પણ વેગવંતો બનાવવામાં આવી રહ્યો છે. દરમિયાન પંજાબમાં ભારતીય જનતા પાર્ટી એકલા હાથ ચૂંટણી લડે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. પંજાબમાં બીજેપી અને એકાલી દળ વચ્ચે ગઠબંધનને લઈને […]

6માંથી 4 રાષ્ટ્રીય પાર્ટીઓએ કર્યો વન નેશન-વન ઈલેક્શનનો વિરોધ, જાણો ક્યાં પક્ષો સાથે અને ક્યાં પક્ષો વિરોધમાં

નવી દિલ્હી: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતાવાળી એક ઉચ્ચસ્તરીય સમિતિએ દેશભરમાં તમામ ચૂંટણીઓ એક સાથે કરાવવાના વિષય પર પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સોંપ્યો છે. પેનલમાં કુલ 47 રાજકીય પક્ષોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમાં 32 પક્ષોએ વન નેશન-વન ઈલેક્શનને ટેકો આપ્યો છે અને 15 પક્ષોએ તેનો વિરોધ કર્યો છે. સૌથી મોટી વાત એ છે […]

આગામી 15 વર્ષ સુધી કેન્દ્રમાં અમારી સત્તા રહેશે, વિદેશ મંત્રી એસ.જયશંકરે વિશ્વાસ કર્યો

નવી દિલ્હીઃ ભારતીય વિદેશ મંત્રી ડો.એસ જયશંકર હાલ જાપાનના પ્રવાસે છે. જાપાનમાં એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રીને લોકસભા ચૂંટણીને લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકરે દાવો કર્યો હતો કે તેમને 100 ટકા વિશ્વાસ છે કે તેમની સરકાર 15 વર્ષ કે તેથી વધુ સમય સુધી સત્તામાં રહેશે. કાર્યક્રમ દરમિયાન એસ જયશંકરે કહ્યું કે […]

ઓડિશામાં ભાજપ-બીજેડીનું ગઠબંધન નક્કી, જાણો સીટ શેયરિંગની કઈ ફોર્મ્યુલા પર બની છે વાત?

ભુવનેશ્વર: લોકસભા ચૂંટણી માટે ભાજપ ગઠબંધનના ગણિત હેઠળ એનડીએના સહયોગી દળો સાથે બેઠક વહેંચણી પર ચર્ચાને આખરી ઓપ આપવામાં લાગેલું છે. આ મુહિમ હેઠળ ભાજપે ઓડિશામાં પણ પોતાની તૈયારીઓને પૂર્ણ કરી લીધી છે. આ તૈયારીઓ હેઠળ ઓડિશાની સત્તામાં રહેલા મુખ્યમંત્રી નવીન પટનાયકના બીજૂ જનતાદળ સાથે ભાજપના ગઠબંધનની વાત નક્કી થઈ ચુકી છે. આગામી લોકસભા ચૂંટણી […]

ભાજપનું મિશન-370 થશે પુરું, વિપક્ષની ઉંઘ ઉડાડશે લેટેસ્ટ ઓપિનિયન પોલ

નવી દિલ્હી: ઝી ન્યૂઝના એક લેટેસ્ટ ઓપિનિયન પોલમાં દાવો કરાયો છે કે જો આજે ચૂંટણીઓ થઈ જાય તો એનડીએને 377 બેઠકો પ્રાપ્ત થશે. લોકભા ચૂંટણીને હવે કેટલાક મહિનાઓનો સમય છે અને તમામ પાર્ટીઓ તરફથી જમીન પર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો આના સંદર્ભે ભાજપ માટે એકલા જ 370 પ્લસનો ટાર્ગેટ સેટ […]

રાજ્યસભામાં ભાજપ તાકાત વધી, એનડીએ બહુમતની નજીક પહોંચી

નવી દિલ્હીઃ એપ્રિલ મહિનામાં ખાલી થનારા રાજ્યસભાની 56 બેઠકો માટે મંગળવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપાએ 30 બેઠકો ઉપર વિજય હાંસલ કર્યો છે. પાર્ટીએ 20 બેઠકો બિનહરીફ અને 10 બેઠકો વોટીંગ બાદ હાંસલ કરી હતી. આ સાથે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 97 થઈ ગઈ છે. જ્યારે ભાજપાની આગેવાની હેઠળના એનડીએના સભ્યોની સંખ્યા વધીને 117 […]

Lok Sabha Election: માત્ર 370 બેઠકો જ નહીં, પણ ઈન્દિરા ગાંધી સાથે જોડાયેલો રેકોર્ડ તોડવાની પણ ભાજપની છે ચાહત

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીથી ઠીક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદના આખરી બજેટ સત્રમાં ઘોષણા કરી હતી કે આ વખતે ભાજપ એકલાહાથે 370થી વધારે બેઠકો જીતશે અને એનડીએ ગઠબંધન 400 પ્લસ બેઠકો મેળવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એલાન કર્યું અને ભાજપ આ ટાર્ગેટને પૂર્ણ કરવામાં લાગી ગયું છે. એક તરફ જ્યાં ભાજપ પોતાના એનડીએ ગઠબંધનના વિસ્તરણનો […]

શું બદલાય ગયું છે આરએલડીના જયંત ચૌધરીનું મન? પ. બંગાળમાં આઈપીએસ અધિકારીને ખાલિસ્તાની કહેવા મામલે આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલા ઉત્પીડનના મામલાઓની વચ્ચે એક આઈપીએસ અધિકારી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલીનો વીડિયો સોશયલ મીડિયા પર ઘણો વાયરલ છે. આઈપીએસ અધિકારી જસપ્રીતસિંહના વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે તેઓ ખાલિસ્તાની કહેવા પર ઘણા ગુસ્સે છે અને ભાજપના કાર્યકર્તાઓ પર લીગલ એક્શનની વાત કરી રહ્યા છે. આ મામલા પર આરએલડી ચીફ […]

મહાગઠબંધનવાળી સરકારના કોઈ વિભાગમાં ગડબડી થઈ હશે તો કાર્યવાહી કરાશેઃ નીતિશ કુમાર

પટણાઃ રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની નીતિશ કુમારને મહાગઠબંધનના દરવાજા ખુલ્લા હોવાની ઓફર બાદ બિહારના રાજકારણમાં ગરમાયું છે. દરમિયાન નીતિશ કુમારે સ્પષ્ટતા કરી છે કે, જેને જે કહેવું હોય તે કહેવા દો, તેનાથી મારે કોઈ લેવા નથી. અમે ફરીથી એનડીએમાં છીએ અને અહીં જ રહીને બિહારનો વિકાસ કરીશું. ભારત રત્ન કર્પૂરી ઠાકુરની પૂણ્યતિથિ […]

બિહારમાં નિતિશ કુમારે વિશ્વાસ મત જીત્યો, વિપક્ષનું વોકઆઉટ

પટણાઃ બિહારમાં સીએમ નિતીશ કુમારની સરકારે વિધાનસભા ગૃહમાં વિશ્વાસનો મત હાંસલ કર્યો હતો. વિશ્વાસ મતમાં આરજેડીના 3 ધારાસભ્યોએ પણ નીતિશ સરકારને સમર્થન આપ્યું હતું. વિધાનસભા ગૃહમાં એનડીએ સરકારને 129 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. જ્યારે આરજેડી સહિત વિપક્ષના ધારાસભ્યોએ વિશ્વાસ મત પહેલા હંગામો મચાવીને વોકઆઉટ કર્યું હતું. જેથી મતદાન સમયે તમામ નીતિશ સરકારના સમર્થનમાં પડ્યાં હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code