Homeગુજરાતીગુજરાતખેડૂતોએ રવિપાક માટે ખાતર અને બિયારણ અધિકૃત વિક્રેતા પાસે ખરીદ કરવા અપીલ

ખેડૂતોએ રવિપાક માટે ખાતર અને બિયારણ અધિકૃત વિક્રેતા પાસે ખરીદ કરવા અપીલ

ગાંધીનગર, 18 નવેમ્બર,2026 : Farmers urged to purchase fertilizer and seeds from authorized vendors રાજ્યના ખેડૂતોએ આગામી શિયાળુ સિઝનમાં પાક વાવેતર માટે બિયારણ,  ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે છેતરપીંડીથી બચવા માટે કેટલીક કાળજી રાખવાની થતી હોય છે. ખેતી નિયામકની યાદીમાં જણાવ્યા અનુસાર ખેડૂતોએ હંમેશાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ કે પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા નોંધાયેલા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. છેતરપિંડીથી બચવા માટે કોઈપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ન ધરાવતી વ્યક્તિઓ, પેઢીઓ, ફેરીયાઓ અથવા શંકાસ્પદ તત્વો પાસેથી ક્યારેય પણ ખેતી માટે જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી કરવી નહીં.

વધુમાં જણાવ્યા અનુસાર બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ અને લોટ નંબર જેવી તમામ વિગતો દર્શાવતું પાકું બિલ સહી સાથે મેળવી લેવું અનિવાર્ય છે. આ ઉપરાંત, કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થઈ ગઈ હોય તેવા ઇનપુટની ખરીદી કે વાવેતર કરવું નહીં.

ખેડૂતોએ હંમેશાં વૈજ્ઞાનિક ભલામણ મુજબના જથ્થામાં જ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો હિતાવહ છે. જો ક્યાંય પણ અધિકૃત અથવા પ્રચલિત નામથી મળતાં આવતાં અમાન્ય કે નકલી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવે, તો તાત્કાલિક ધોરણે સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકને આ બાબતની જાણ કરવા ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે. (File photo)

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img