HomeગુજરાતીગુજરાતCM ભૂપેન્દ્ર પટેલ આજથી ત્રણ દિવસ ગરબાડાના આદિવાસી ગામોમાં જનસંપર્ક કરશે

CM ભૂપેન્દ્ર પટેલ આજથી ત્રણ દિવસ ગરબાડાના આદિવાસી ગામોમાં જનસંપર્ક કરશે

ગાંધીનગર, 18 નવેમ્બર,2026 : CM will hold public relations in tribal villages of Garbada for three days મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અંતરિયાળ આદિજાતિ વિસ્તાર ગરબાડા તાલુકાના વિવિધ ગામોની ત્રણ દિવસની મૂલાકાતે આજે તા.18 નવેમ્બર બુધવારથી 20 નવેમ્બર શુક્રવાર દરમિયાન જશે.

મૃદુ, મિતભાષી અને મક્કમ મુખ્યમંત્રી તરીકે જનમાનસમાં આગવી લોકચાહના મેળવેલા સહજ, સરળ અને સાલસ વ્યક્તિત્વ ધરાવતા  ભૂપેન્દ્રભાઈએ લોકોની રજૂઆતો, નાગરિક-ફરિયાદો, લોક-સમસ્યાઓનું ત્વરાએ નિવારણ લાવવા માટે પણ હવે ‘આપણા ભૂપેન્દ્રભાઈ’ની ઓળખ ઊભી કરી છે.  મુખ્યમંત્રીએ પોતાની આવી જ સહજ, સરળતાનો વધુ એક પરિચય આપતાં છેક ગ્રામીણ સ્તરના પાયાના કાર્યકર્તાઓ અને આદિજાતિ ગ્રામજનો સાથે બેસીને સંવાદ અને લોકસંપર્કનો નવતર અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીએ આદિજાતિ ગામોના સામાન્ય માનવીઓના જનજીવન અને ગ્રામ્ય જીવનની રહેણી-કરણી આત્મીય ભાવે નજીકથી સમજવા-નિહાળવા સાથે ગ્રામીણ વિસ્તારોની સમસ્યાઓ – રજૂઆતો કાને ધરવાના સંવેદનશીલ અને લોકાભિમુખ અભિગમ સાથે આ ત્રિદિવસીય મૂલાકાતનું આયોજન કર્યુ છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તેમના આ સમગ્ર પ્રવાસ દરમિયાન ત્રણેય દિવસે અદના આદિવાસી પરિવારોના ઘરે તેમની સાથે બેસીને પરંપરાગત આદિવાસી ભોજન લેશે અને રાત્રી રોકાણ કરશે તથા સ્થાનિક આદિવાસી ભજન મંડળીઓના ભજન કિર્તનનું શ્રવણ કરશે.

મુખ્યમંત્રી આદિજાતિ વિસ્તારના 72 કલાકના પ્રવાસ-મૂલાકાત દરમિયાન ધાનપૂર તાલુકામાં જિલ્લા વહિવટી તંત્રના સંબંધિત વિભાગો સાથે વિકાસ કાર્યોની સમીક્ષા કરશે અને આદિજાતિઓના શ્રદ્ધા-આસ્થા કેન્દ્ર સમા બાબા ધોડાજા દેવ મંદિરમાં દર્શન-પૂજન કરશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તેમના ત્રિદિવસીય પ્રવાસના અંતિમ ચરણમાં સ્માર્ટ સિટી દાહોદની સરકારી લાયબ્રેરી-વાંચનાલયની મૂલાકાત લઈને બાળકો-યુવાઓ સાથે સંવાદ ગોષ્ઠિ કરશે અને 20 નવેમ્બર, શુક્રવારે બપોર બાદ ગાંધીનગર પરત આવશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img