સુરેન્દ્રનગર, 21 એપ્રિલ 2026: 4 accused arrested for stealing eco silencers રાજ્યમાં ઈકોકારના સાયલન્સની ચોરીના બનાવો વધી રહ્યા છે. ઈકોકારના સાયલન્સરની અંદર આવેલી માટીમાં ધાતુનું પ્રમાણ પણ હોય છે અને બજારમાં આ ધાતુની કિંમત ખૂબ ઊંચી હોય છે. જેથી ઇકોના નવા સાયલન્સર પણ ખૂબ મોંઘા ભાવે મળે છે. એટલા માટે ચોરી કરેલા સાયલન્સર પણ 8થી 10 હજારમાં આસાનીથી વેચાઈ જતા હોવાથી સાયલન્સરની ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસની એ ડિવિઝન સર્વેલન્સ ટીમે રાત્રી દરમિયાન ઇકો કારના સાયલેન્સર ચોરતી સક્રિય ગેંગના ચાર સભ્યોને સિટી ઝડપી પાડ્યા છે.
સુરેન્દ્રનગર પોલીસની એ ડિવિઝન સર્વેલન્સ ટીમે શહેરના દાળમીલ રોડ પર આવેલી રાંદલ પાર્ક સોસાયટીમાંથી આરોપીઓને ચોરી કરતા રંગેહાથ પકડ્યા હતા. આ ચોરીના અનડિટેક્ટેડ બનાવને ડિટેક્ટ કરવા માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે નેત્રમ, કમાન્ડ કંટ્રોલ સિસ્ટમ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી. આ ટીમે સઘન તપાસ હાથ ધરી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનો કુલ 5,60,000/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 4 નંગ સાયલેન્સરનો સમાવેશ થાય છે, જેની કિંમત 1,60,000/- રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી GJ 38 BC 6988 નંબરની સ્વીફ્ટ ફોર વ્હીલ કાર પણ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત 4,00,000/- રૂપિયા છે. આ બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


