1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. તાપમાનમાં વધારો થતાં જ લીંબુના ભાવ પ્રતિ 20 કિલોના 4400ને વટાવી ગયા
તાપમાનમાં વધારો થતાં જ લીંબુના ભાવ પ્રતિ 20 કિલોના 4400ને વટાવી ગયા

તાપમાનમાં વધારો થતાં જ લીંબુના ભાવ પ્રતિ 20 કિલોના 4400ને વટાવી ગયા

0
Social Share

પાલનપુર, 21 એપ્રિલ 2026: Lemon prices cross Rs 4400 per 20 kg   તાપમાનમાં વધારો થતા કાળઝાળ ગરમીથી બચવા લોકો લીંબુ સરબતનો સહારો લઈ રહ્યા છે, લીંબુની માગમાં વધારો થતાં ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં 20 કિલોના લીંબુના ભાવમાં રૂ.900નો વધારો થઈ રૂ.4,400 સુધી પહોંચ્યા છે. માર્ચ બાદ માવઠાને કારણે ભાવમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ એપ્રિલમાં ફરી ભાવ આસમાને પહોંચ્યા છે.

પાલનપુર માર્કેટ યાર્ડમાં સપ્તાહ પહેલા લીંબુના મણના 3500 રૂપિયા ભાવ હતો. પણ ગરમી વધતા લીંબુની માગમાં વધારો થતાં લીંબુના ભાવ પ્રતિ 20 કિલોના વધીને 4000 રૂપિયા થયા હતા અને 5માં દિવસે તો લીંબુના મણના ભાવ 4200 રૂપિયાને આંબી ગયા હતા. ત્યારબાદ  સોમવારે પાલનપુર માર્કેટયાર્ડમાં લીંબુના ભાવ રૂ.4400એ પહોંચી ગયા હતા. કાળઝાળ ગરમીને કારણે ચારેકોર ગરમ લૂ ફૂંકાતા ગરમમાં લૂથી બચવા જન આરોગ્ય માટે લીંબુ સરબત શ્રેષ્ઠ આરોગ્ય વર્ધક ગણાય, પણ હાલ આગઝરતી ગરમી કરતા લીંબુના ભાવો લોકોને વધુ દઝાડી રહ્યા છે. તેજ સૂર્ય પ્રકોપને કારણે ભાવો આસમાને પહોંચી ગયા છે. જેમાં હાલ દરેક ઘરે લીંબુ માંગ વધી છે, શહેરમાં લીંબુ સરબત સોડાની રેંકડી, દુકાનો, અન્ય ખોરાકમાં લીંબુની જરૂરિયાત હોવાથી એટલી બધી ડિમાન્ડ નીકળી છે કે, રાતોરાત ભાવ ઉચકાયા છે,

યાર્ડમાં લીંબુના વેપારીઓના કહેવા મુજબ  માર્ચ મહિના પહેલા એટલે માગશર ‎મહિનામાં લીંબુના મણના 3000ની આસપાસ ભાવ હતા. પણ માર્ચ ‎મહિનો શરૂ થતાં ગરમી વધવાની ધીરેધીરે ભાવ વધીને લીંબુના મણના‎ભાવ રૂ.4000ની આસપાસ થયા હતા. જો કે દસેક દિવસ પહેલા‎માવઠાને કારણે લીંબુના ભાવોમાં થોડી રાહત થઈ હતી.‎ પણ હવે લીંબુની માગ વધતા તેના ભાવમાં વધારો થયો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code