1. Home
  2. Tag "surendranagar"

સુરેન્દ્રનગર- વઢવાણમાં રખડતા ઢોરને પકડવા માટે આખરે મ્યુનિ. દ્વારા ઝૂંબેશ શરૂ કરાઈ

સુરેન્દ્રનગરઃ શહેરમાં ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેમાં વઢવાણ અને સુરેન્દ્રનગરમાં રસ્તાઓ પર અડિંગો જમાવીને બેઠેલા ઢોર ઠેર ઠેર જોવા મળતા હતા. રખડતા ઢોરને લીધે ટ્રાફિક સમસ્યા પણ વકરી હતી. આ અંગે નગરપાલિકાના સત્તાધિશો રજુઆતો છતાં કોઈ પગલા લેતા નહતા. આખરે રાજ્ય સરકારે સુચના આપ્યા બાદ હવે નગરપાલિતાનું તંત્ર સફાળું જાગ્યુ છે. […]

સુરેન્દ્રનગરના 45 તળાવો નર્મદાના પાણીથી ભરાશે, બીજા 38 ગામોને પણ સિંચાઈનો લાભ મળશે

સુરેન્દ્રનગરઃ રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ શહેરના સર્કિટ હાઉસ ખાતે સૌની યોજના કામગીરીની સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ખેડૂતોને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, દાયકાઓ અગાઉ સૌરાષ્ટ્રની ફળદ્રુપ ખેતી મોટેભાગે વરસાદ આધારિત હતી અને ઘણીવાર પાણીની તંગી કે દૂકાળ વેઠવાનો વારો આવતો.પરંતુ આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન […]

સુરેન્દ્રનગર પાસે ભોગાવો નદીમાં રેતીની ચોરી સામે તંત્રના દરોડા, JCB સહિતના સાધનો જપ્ત કરાયાં

સુરેન્દ્રનગરઃ વઢવાણના પાદરમાંથી પસાર થતીં ભોગાવો નદી વિશાળ પટ્ટમાં ફેલાયેલી છે. ભોગાવો નદીમાં ખનીજ માફિયાઓ દ્વારા રેતીનું  ગેરકાયદો ખનન થતું હોવાની રાવ ઉઠી છે. ખનિજ વિભાગ દ્વારા પોલીસની મદદ લઈને અવાર-નવાર દરોડા પાડવામાં આવતા હોય છે. પરંતુ ખનીજચોરી અટકતી નથી. ત્યારે ખનીજ તંત્ર દ્વારા સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાછળ જ ભોગાવા નદી પટમાં રેડ પાડીને જેસીબી […]

સુરેન્દ્રનગરમાં ભાજપના જિલ્લા કાર્યાલયનું ઉદ્દઘાટન

અમદાવાદઃ ગુજરાતમાં દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો સંકલ્પ દેશના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે આપ્યો હતો તે સંકલ્પને પેજ સમિતિના પ્રણેતા અને કાર્યકરોમાં સતત ઉર્જાનો સંચાર કરનાર તેમજ કાર્યકર્તાઓમાં ખૂબ લોકપ્રિય એવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં દરેક જિલ્લામાં કાર્યાલયનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આજે ઝાલાવાડની ધીંગી ધરા […]

સુરેન્દ્રનગરના દસાડા નજીક કાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ચારના મૃત્યુ

અમદાવાદઃ સુરેન્દ્રનગરના દસાડા નજીક હાઈવે ઉપર મોટરકાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રેલર સાથે કાર અથડાયા બાદ રોડની સાઈડમાં અથડાયા બાદ ખેતરમાં પલટી ખાઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના કરુણ મોત થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પરથી કાર પસાર થઈ રહી હતી. દરમિયાન ટ્રેલર સાથે કાર અથડાયા બાદ રોડની […]

સુરેન્દ્રનગરના વસ્તડી ગામ પાસેનો ભોગાવો નદી પરનો પુલ જર્જરિત, તંત્ર નિષ્ક્રિય

સુરેન્દ્રનગરઃ વઢવાણ અને ચુડા તાલુકાને  જોડતો વસ્તડી ગામનો ભોગાવો નદી પરનો પુલ ઠેરઠેર જર્જરિત થઈ ગયો છે. જર્જરિત બ્રિજ પર વાહનો પસાર થતાં જ બ્રિજ ધ્રૂજી રહ્યો છે. વસ્તડીના ગ્રામજનોએ તંત્રને રજુઆતો કર્યા છતાં કોઈ પગલાં લેવાયા નથી. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ 10 હજારથી વધુ વસ્તી ધરાવે છે. આ ગામના પાદરમાંથી ભોગાવો નદી […]

સુરેન્દ્રનગરમાં જમીન વિવાદમાં બે વ્યક્તિઓની હત્યા કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા માંગણી

અમદાવાદઃ સુરેન્દ્રનગરમાં જમીન વિવાદમાં બે ભાઈઓની ઘાતકી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. પોલીસે સમગ્ર ઘટનાની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. દરમિયાન સામાજિક સમરસતા મંચ ગુજરાતે સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે. તેમજ બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે પીડિત પરિવારજનોને ઝડપી ન્યાય મળી રહે તે માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરવાની માંગણી કરી છે. સામાજિક […]

સુરેન્દ્રનગરમાં રસ્તાઓ પર રખડતાં ઢોરને લીધે રાહદારીઓ અને વાહનચાલકોને પડતી અડચણ

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં નાના-મોટા તમામ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વરકી રહ્યો છે. વરસાદી સીઝનમાં જાહેર રોડ-રસ્તાઓ પર રખડતા ઢોર અડ્ડો જમાવીને બેસતા હોય છે. જેમાં સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં રખડતા પશુઓના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરની મુખ્ય શાકમાર્કેટ તરફના રસ્તા પર પશુઓના અડિંગાથી રાહદારીઓ, વાહનચાલકો તેમજ વેપારીઓને પણ પારવાર હાલાકી સહન […]

સુરેન્દ્રનગરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં બે વ્યક્તિઓના ડુબી જવાથી મોત

શ્રમજીવી કેનાલમાં ડુબતા બચાવવા અન્ય યુવાને છલાંગ લગાવી હતી ભારે જહેમત બાદ તરવૈયાઓએ બંને મૃતદેહ બહાર કાઢ્યાં હતા બે યુવાનોના ડુબી જવાથી મોત થયા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન સુરેન્દ્રનગરમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ડુબી જવાથી બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. ખેતરમાં કામ […]

સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર,અને રતનપરને જોડીને મ્યુનિ.કોર્પોરેશન બનાવવા માગ

સુરેન્દ્રનગરઃ જિલ્લાનું મુખ્ય મથક ગણાતા સુરેન્દ્રનગરમાં છેલ્લા એક દાયકામાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. હાલ સુરેન્દ્રનગર અને વઢવાણની સંયુક્ત નગરપાલિકા છે. હવે જો જોરાવરનગર અને રતનપરને પણ સુરેન્દ્રનગર શહેરમાં મર્જ કરી દેવામાં આવે તો શહેરને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળી શકે તેમ છે. આથી  વઢવાણ, જોરાવરનગર, રતનપર જોડિયા શહેરોને જોડીને મ્યુનિ.કોર્પોરેશન બનાવવાની માગ પ્રબળ બની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code