1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરમાં ભાજપના જિલ્લા કાર્યાલયનું ઉદ્દઘાટન
સુરેન્દ્રનગરમાં ભાજપના જિલ્લા કાર્યાલયનું ઉદ્દઘાટન

સુરેન્દ્રનગરમાં ભાજપના જિલ્લા કાર્યાલયનું ઉદ્દઘાટન

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં દરેક જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો સંકલ્પ દેશના ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે આપ્યો હતો તે સંકલ્પને પેજ સમિતિના પ્રણેતા અને કાર્યકરોમાં સતત ઉર્જાનો સંચાર કરનાર તેમજ કાર્યકર્તાઓમાં ખૂબ લોકપ્રિય એવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં દરેક જિલ્લામાં કાર્યાલયનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન આજે ઝાલાવાડની ધીંગી ધરા સુરેન્દ્રનગર ખાતે શ્રી કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણએ પ્રાસંગીક સંબોધન કર્યુ હતું.

આ કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. મુઠીભર કાર્યકર્તાઓથી શરૂ થયેલ પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે. કાશ્મિરથી કન્યાકુમારી અને કચ્છથી કટક સુઘી ભાજપનો વ્યાપ વધ્યો છે. ભાજપના હમેંશા બે ઉદેશ રહ્યા છે કે મા ભારત ને પરમ વૈભવ પર લઇ જવી અને સમાજના છેવાડાના માનવીને પણ લાભ પહોંચાડવો જે આજે ભાજપના કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પુર્ણ કરી રહ્યા છે. કેન્દ્ર અને રાજય સરકારની યોજનાના છેવાડાના માનવી સુધ કેવી રીતે પહોંચાડવી તેનુ માર્ગર્શન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે આપ્યું છે. આજે વિશ્વના નેતાઓ પણ ભારતની વાતને સાંભળે છે તે સન્માન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મળ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સરકાર અને સંગઠન માટે નવી પ્રણાલી સ્થાપી છે. સરકાર અને સંગઠન સાથે મળી લોક સેવા કેવી રીતે કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ કાર્યકર્તાઓને ઉર્જાનો સંચાર કરતું સંબોધન કરતા જણાવ્યું કે, કાર્યાલય કાર્યકર્તાઓને ચોક્કસ સ્થળે ભેગા થવાનું સ્થળ છે. આજે આખા દેશના તમામ જિલ્લાના કાર્યકર્તાઓને કાર્યાલયનું મોડલ જોવું હોય તો તે સુરેન્દ્રનગર જિલ્લા કાર્યાલય જોવા આવવું પડે તેવી વ્યવસ્થા છે. જિલ્લાનું ખૂબ સરસ કાર્યાલય બનાવવા બદલ જિલ્લાના સૌ કાર્યકરોને કોટી કોટી વંદન. ભાજપના કાર્યકરો ડેટાબેસ નો ઉપયોગ કરીને રણનીતી તૈયાર કરતા હોય છે એટલે કાર્યકર્તાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યાલયનું ભવ્ય નિર્માણ જિલ્લાના પુર્વ પ્રમુખશ્રીઓ,સંગઠનના હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સાંસદસભ્યો, ધારાસભ્યો સહિત કાર્યકર્તાઓના કારણે શક્ય બન્યું છે. કાર્યકર્તાઓ દ્વારા કાર્યાલયનું નિર્માણ થવાની વાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વિઘાનસભાની ચૂંટણીમાં મારો ટાર્ગેટ 182 બેઠકો જીતવાનો હતો. મને કાર્યકર્તાઓ પર ભરોસો હતો. આપણે થોડા થોડા મતે અમુક બેઠકો ગુમાવી છે જેનુ દુખ છે. આપણે અંદાજે 20 બેઠકો પાંચ હજારથી ઓછા માર્જીનથી હાર્યા છીએ એટલે જો આ કચાસ ન રહી હોત તો 176 બેઠકો મળી જાત.

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું કે, લોકસભાની 26 બેઠકોમાં દરેક ઉમેદવાર પાંચ લાખથી વધુની લીડથી જીતે તેવો સંકલ્પ કરીએ. પાંચ લાખની લીડ ભાજપના કાર્યકરો ઘારે તો મોટી વાત નથી. દરેક કાર્યકર્તાઓને તક મળવી જોઇએ એટલે આપણે 60 વર્ષ ઉપરના કાર્યકર્તાને કોર્પોરેશન કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ટીકિટ નોહતી આપી. ત્રણ ટર્મ જીતેલા કાર્યકરોને રીપીટ નોહતા કર્યા. નવા કાર્યકર્તાઓને તક મળે તેના કારણે આ પક્ષે નિર્ણય કર્યો જેનાથી સાબિત થયુ કે ભાજપમાં દરેક કાર્યકર્તાને ન્યાય મળે છે. ભાજપમાં દરેક કાર્યકર્તા સમજે છે કે આપણુ બુથ મજબૂત હશે તો જ પાર્ટી જવાબદારી આપશે.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપુરા, પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા,રાજ્ય સરકારના મંત્રી મુળુભાઈ બેરા,જિલ્લા પ્રભારી હિમતભાઇ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, શામજીભાઈ ચૌહાણ, પી.કે.પરમાર, પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ કેબીનેટ મંત્રી આઈ.કે.જાડેજા, જિલ્લા મહામંત્રીઓ જયેશભાઈ પટેલ, ધીરુભાઈ સિંઘવ, હાર્દિકભાઈ ટમાલીયા, પ્રદેશ અનુસુચિત જાતિના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ, જિલ્લા જમીન વિકાસ બેંકના ચેરમેન મંગળસિંહ પરમાર, સુરસાગર ડેરીના ચેરમેન બાબાલાલ ભરવાડ, પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપુરા, શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code