1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરમાં મહિલા સહિત 3 લોકોએ વેપારીની આંખમાં મરચું નાંખીને હુમલો કર્યો
સુરેન્દ્રનગરમાં મહિલા સહિત 3 લોકોએ વેપારીની આંખમાં મરચું નાંખીને હુમલો કર્યો

સુરેન્દ્રનગરમાં મહિલા સહિત 3 લોકોએ વેપારીની આંખમાં મરચું નાંખીને હુમલો કર્યો

0
Social Share

સુરેન્દ્રનગર, 1 મે 2026: Businessman attacked by throwing chilli powder in his eyes શહેરના હેન્ડલુમ ચોક વિસ્તારમાં વેપારીની આંખમાં મરચું નાખી એક મહિલા સહિત ત્રણ લોકો વેપારી પર ધોકા અને અન્ય હથિયારો સાથે તૂટી પડ્યા હતા. આ બનાવમાં વેપારીને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ વાયરલ થયા છે. આ બનાવ પારિવારિક ઝઘડાને લીધે બન્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના હેન્ડલુમ ચોક વિસ્તારમાં વેપારીની આંખમાં મરચું નાખી એક મહિલા સહિત ત્રણ લોકો વેપારી પર ધોકા અને અન્ય હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે ઈજાગ્રસ્ત વેપારી યુવાનના ભાઈ મહોસીન મન્સૂરીએ જણાવ્યું હતું કે, સામાન્ય બાબતમાં પારિવારિક ઝગડો થયો હતો. નાની મોટી મેટર હતી, બે ત્રણ દિવસ પહેલા બધુ પતી ગયું હતું. ઘરમેળે સમાધાન પણ થઇ ગયું હતું. જોકે, આજે અચાનક ત્રણ લોકો આવ્યા, જેમાં એક લેડી અને બે જેન્ટ્સ, આ ત્રણેયે મારો ભાઈ દુકાને બેઠેલો હતો, એનું કોઈ ધ્યાન હતું તે દરમિયાન અચાનક આવીને હુમલો કર્યો હતો. જેમાં એક શખસે પહેલા આંખમાં મરચૂં ફેક્યું હતુ. જેથી મારા ભાઈને કઈ દેખાયું નહીં.  આ હુમલો કરનારા એ લોકો વલસાડના છે, અને એક વ્યક્તિ સુરેન્દ્રનગરનો છે. મારા ભાઈને ધોકા, પાઇપ વડે માર મારવામાં આવ્યો છે. એની હાલત ખુબ ખરાબ છે. હાથ-પગ અને નાકમાં ફેક્ચર થયું છે. મગજનું સીટી સ્કેન કરાવાયું છે. અમારી માંગ એ છે કે, અમને ન્યાય મળે. અમારે બીજું કાંઈ જ કરવું નથી. આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code