1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરમાં 4 ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી વધુ TDS અને દૂષિત પાણીથી લોકો પરેશાન
સુરેન્દ્રનગરમાં 4 ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી વધુ TDS અને દૂષિત પાણીથી લોકો પરેશાન

સુરેન્દ્રનગરમાં 4 ફિલ્ટર પ્લાન્ટ બંધ હોવાથી વધુ TDS અને દૂષિત પાણીથી લોકો પરેશાન

0
Social Share

 સુરેન્દ્રનગર, 8 જુન 2026 : People are troubled by high TDS and contaminated water  ધોળી ધજા ડેમમાંથી સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ શહેરને પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને શુદ્ધ પાણી મળી રહે તે માટે 7 ફિલ્ટર પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. પણ છેલ્લા કેટલાક દિવસથી ચાર ફિલ્ટર પ્લાન્ટ બંધ પડ્યા છે. તેના લીધે શહેરના ગણા વિસ્તારોમાં દૂષિત અને વધુ ટીડીએસ વાળુ પાણી મળી રહ્યું છે. પાણીમાં ટીડીએસની માત્રા 700 પીપીએમથી વધુ હોવાથી લોકોના આરોગ્ય સામે જોખમ ઊભુ થયુ છે.

સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા 7 ફિલ્ટર પ્લાન્ટ ઊભા કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તારના લોકોને નીચા ટીડીએસ વાળુ પાણી મળી રહે અને યોગ્ય પીવા લાયક પાણી મળી રહે તે દિશામાં પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે, તેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો છે, પરંતુ આ ચાર ફિલ્ટર પ્લાન્ટો હાલ બંધ હાલતમાં છે.

સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાંથી સીધું પાણી સુરેન્દ્રનગર શહેરજનોને ઘર સુધી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને ઊંચા TDS વાળુ પાણી પીવા માટે શહેરીજનો મજબૂર બની રહ્યા છે. સુરેન્દ્રનગરમાં પીવા માટેના પાણીના મુખ્ય સ્ત્રોતમાં ભૂગર્ભજળ નર્મદાનું પાણી અને બોરવેલનું પાણી પીવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે, પરંતુ તેનું TDS 700 પીપીએમથી લઈ 5 હજાર પીપીએમ સુધી નોંધાઈ રહ્યું છે.  આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા માપદંડ નક્કી કરવામાં આવ્યા છે તેમાં 140 થી 300 PPM સુધીનું પાણી શ્રેષ્ઠ પાણી ગણવામાં આવે છે. આ ઉપરાંત જે પાણીમાં 300 થી 500 PPM હોય તે પીવાલાયક પાણી હોવાનું ગણવામાં આવે છે અને 500 થી 1000 ઉપર પીપીએમ આવે ત્યારે આ પાણી પીવા લાયક નથી એવું તંત્ર અને આરોગ્ય વિભાગનું સૂચન છે, પરંતુ સામાન્ય રીતે પણ સુરેન્દ્રનગરના લોકોને આપવામાં આવતું પાણી 1000થી વધુ PPM વાળું આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.  પાણીમાં વધુ ટીડીએસ હોવાને કારણે કેલ્શિયમની ખામી, ચામડીના રોગો અને બીટવેલની ખામીઓ જેવા રોગોનો ભોગ શહેરના લોકો બની રહ્યા છે.

શહેરને આપવામાં આવતું પાણી ફિલ્ટર કરવામાં આવે છે કે કેમ? તે પ્રશ્ન મ્યુનિના એન્જિનિયરને પૂછવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “શહેરમાં 7 ફિલ્ટર પ્લાન્ટ નાખવામાં આવ્યા છે, જેમાં ત્રણ ફિલ્ટરો પ્લાન્ટ કાર્યરત છે. અન્ય ચાર ફિલ્ટર પ્લાન્ટો બંધ હાલતમાં છે, તે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code