1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરેન્દ્રનગરમાં ચોરીના 5 બાઈક સાથે બે શખસોને પોલીસે ઝડપી લીધા
સુરેન્દ્રનગરમાં ચોરીના 5 બાઈક સાથે બે શખસોને પોલીસે ઝડપી લીધા

સુરેન્દ્રનગરમાં ચોરીના 5 બાઈક સાથે બે શખસોને પોલીસે ઝડપી લીધા

0
Social Share

સુરેન્દ્રનગર, 2 જુન, 2026 : Police nab two men with 5 stolen bikes શહેરમાં બાઈક ચોરીના બનાવો વધતા સિટી એ ડિવિઝન સર્વેલન્સ ટીમ અને નેત્રમ કમાન્ડ દ્વારા બાઈક ચોરીના પાંચ અનડિટેક્ટેડ ગુનાઓનો પર્દાફાશ કરીને પાંચ ચોરાયેલા બાઇક સાથે બે આરોપીઓને દબોચી લીધા છે. પોલીસ આરોપીની વધુ પૂછતાછ કરી રહી છે.

સુરેન્દ્રનગર, વઢવાણ અને જોરાવરનગર વિસ્તારમાં બાઈક ચોરીના બનાવો વધતા જિલ્લા પોલીસ વજાની સુચનાથી પોલીસે બાઈકચોરોને પકડવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન સિટી એ ડિવિઝન સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે ચોરીના મોટરસાયકલ સાથે બે ઇસમો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પાસેથી પસાર થવાના હતા. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા બે ઇસમોને અટકાવી સઘન પૂછપરછ કરતાં, બંને આરોપીઓએ બાઈકચોરી કર્યાની કબૂલાત કરી હતી. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે તેમણે કુલ પાંચ બાઇકની ચોરી કરી હતી. જેમાં બે બાઇક એ ડિવિઝન વિસ્તારમાંથી, બે બાઇક બી ડિવિઝન વિસ્તારમાંથી અને એક બાઇક જોરાવરનગર વિસ્તારમાંથી ચોરવામાં આવી હતી.  પોલીસે આરોપીઓ પાસેથી પાંચ ચોરાયેલા બાઈક કબજે કર્યા છે. આ તમામ બાઈકની કુલ કિંમત આશરે રૂપિયા ત્રણ લાખ રૂપિયા આંકવામાં આવી છે.ઝડપાયેલા આરોપીઓમાં બિપીનભાઈ પરમાર અને બલભદ્રસિંહ ઉર્ફે બળદેવસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code