Homeગુજરાતીખોરાકશક્કરિયામાંથી બને છે આટલી ટેસ્ટી બ્રાઉની! દિવાળીમાં મહેમાનોને જરૂર ખવડાવો

શક્કરિયામાંથી બને છે આટલી ટેસ્ટી બ્રાઉની! દિવાળીમાં મહેમાનોને જરૂર ખવડાવો

રેસીપી, 02 નવેમ્બર 2026: જો તમે સ્વીટ ખાવાના શોખીન છો પરંતુ કેલરી અને મેંદાની ચિંતા કરો છો, તો આ શક્કરિયાની બ્રાઉની તમારા માટે એક બેસ્ટ હેલ્ધી ઓપ્શન છે. શક્કરિયાની કુદરતી મિષ્ટાસ, પીનટ બટરનો નટી ટેસ્ટ અને ડાર્ક ચોકલેટનો રિચ ફ્લેવર મળીને આ બ્રાઉનીને એકદમ સોફ્ટ અને ચોકલેટી બનાવે છે.

આ વાનગી શક્કરિયાની બ્રાઉની ગ્લુટેન-ફ્રી, શુગર-ફ્રી અને પોષક તત્ત્વોથી ભરપૂર હોવાથી બાળકો અને ફિટનેસ પ્રેમીઓ માટે ઉત્તમ નાસ્તો છે, અહીં જાણો શક્કરિયા બ્રાઉની રેસીપી

શક્કરિયાની બ્રાઉની રેસીપી

સામગ્રી

1 મધ્યમ શક્કરિયા, (છાલ સાથે બાફેલા)

ચપટી મીઠું

1 ચમચી પીનટ બટર

20 ગ્રામ ડાર્ક ચોકલેટ

શક્કરિયાની બ્રાઉની બનાવવાની રીત

બાફેલા શક્કરિયાની છાલ ઉતારી લો. એક મોટા વાસણમાં શક્કરિયાને કાંટા ચમચી કે મૅશરની મદદથી એકદમ સ્મૂથ મેશ કરી લો, જેથી તેમાં કોઈ ગાંઠ ન રહે.

20 ગ્રામ ડાર્ક ચોકલેટ અને 1 ચમચી પીનટ બટરને એકસાથે માઇક્રોવેવમાં 30 સેકન્ડ માટે અથવા ડબલ બોઈલર ટિપ્સથી ઓગાળીને બરાબર મિક્સ કરી લો.

હવે મેશ કરેલા શક્કરિયામાં ઓગાળેલી ડાર્ક ચોકલેટ-પીનટ બટરનું મિશ્રણ અને ચપટી મીઠું ઉમેરો. બધી સામગ્રીને એકસરખી રીતે મિક્સ કરીને સ્મૂથ બેટર તૈયાર કરી લો.

એક નાના બેકિંગ ટીન કે કાચના ઓવન-સેફ બાઉલમાં બટર પેપર લગાવો અથવા થોડું ઘી/તેલ ગ્રીસ કરો. તેમાં બ્રાઉનીનું મિશ્રણ રેડીને ચમચી વડે એકસરખું પાથરી દો.

આ મિશ્રણને 180 C પર પ્રી-હીટ કરેલા ઓવનમાં 20 મિનિટ માટે બેક કરો. જો તમારે બેક ન કરવું હોય તો આ મિશ્રણને 1 કલાક માટે ફ્રિજમાં રાખીને ચોકલેટ ફજ/બ્રાઉની ટેક્સચર સેટ કરી શકો છો.

બ્રાઉની થોડી ઠંડી થાય એટલે તેના ચોરસ ટુકડા કરી લો. તમારી હેલ્ધી, ગુલ્ટેન-ફ્રી ચોકલેટી શક્કરિયાની બ્રાઉની સર્વ કરવા માટે તૈયાર છે!

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular