Homeગુજરાતીગુજરાતકચ્છમાં દરિયા કાંઠાના 5 કીમીના સંવેદનશીલ રૂટ પર મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ

કચ્છમાં દરિયા કાંઠાના 5 કીમીના સંવેદનશીલ રૂટ પર મરીન કમાન્ડોનું સઘન પેટ્રોલિંગ

ભૂજ, 27 ઓક્ટોબર, 2026 :  Intensive patrolling of Marine Commandos on sensitive coastal routes in Kutch ભારત અને પાકિસ્તાનની સરહદ પર આવેલા કચ્છ જિલ્લાનો 5 કીમીનો દરિયા કાંઠો સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વનો ગણાય છે. ઘૂસણખોરી ઉપરાંત ડ્રગ્સની હેરાફેરી, તેમજ અમાસાજિક પ્રવૃતિ સામે ભારતીય સુરક્ષા દળો તેમજ મરીન પોલીસ પણ સતત એલર્ટ હોય છે. ત્યારે મરીન પોલીસ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મરીન પોલીસ દ્વારા તા. 26 ઓક્ટોબરના રોજ બુદ્ધબંદરથી કાલાપાણી સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં પાંચ કિલોમીટરથી વધુ અંતર સુધી પગપાળા પેટ્રોલિંગ કરી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મરીન કમાન્ડોની વિવિધ ટીમોએ સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી.

કચ્છના દરિયાઈ વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અટકાવવા, શંકાસ્પદ વ્યક્તિઓની અવરજવર પર નજર રાખવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે ભારતીય સુરક્ષા જવાનો સતત એલર્ટ મોડ પર રહેતા હોય છે. ત્યારે મરીન પોલીસ દ્વારા 5 કિમીના દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. દરિયાકાંઠે શંકાસ્પદ વસ્તુઓ, ડ્રગ્સનાં પેકેટ, અજાણી બેગ, ડ્રોનની હિલચાલ, દાણચોરી અને કેફી પદાર્થોની હેરાફેરી જેવી પ્રવૃત્તિઓ સામે સતર્કતા રાખવાના ઉદ્દેશથી સુરક્ષા કર્મચારીઓએ કાંઠા વિસ્તારમાં તપાસ કરી હતી.

આ કામગીરી અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા અને નાયબ પોલીસ મહાનિરીક્ષક (દરિયાઈ સુરક્ષા) એ.એમ. મુનિયાની સૂચનાથી હાથ ધરવામાં આવી હતી. પોલીસ અધિક્ષક તથા મરીન સેક્ટર કમાન્ડર એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરની કચેરી, કોટેશ્વર દ્વારા પેટ્રોલિંગનું આયોજન કરાયું હતું. જેમાં નાયબ પોલીસ અધિક્ષક બી.કે. ઝાલા, પી.એસ.આઈ. તથા મરીન કમાન્ડોની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો.

પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠાના વિવિધ સ્થળોએ શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો અને બોટોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત સામાન્ય અવરજવર ઓછી હોય તેવા અવાવરું વિસ્તારોનું પણ ઝીણવટપૂર્વક ચેકિંગ કરવામાં આવ્યું હતું.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular