Homeગુજરાતીદેશ-વિદેશઅરુણાચલ સરહદ વિવાદ પર ચીનની પ્રતિક્રિયા, ચીને શાંતિ જાળવવા કરી અપીલ

અરુણાચલ સરહદ વિવાદ પર ચીનની પ્રતિક્રિયા, ચીને શાંતિ જાળવવા કરી અપીલ

નવી દિલ્હી, 26 ઓક્ટોબર 2026: અરુણાચલ પ્રદેશ નજીક વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીનની સેનાઓ વચ્ચે સર્જાયેલી આમને-સામનેની સ્થિતિને લઈને ચીને આખરે પોતાનું મૌન તોડ્યું છે. સોમવારે ચીની વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન જારી કરીને ભારતને સરહદ પર થયેલી સહમતિઓનું પાલન કરવા અને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયોકુનએ દાવો કર્યો છે કે ચીને હંમેશાં બંને દેશો વચ્ચેના કરારોનું સખતપણે પાલન કર્યું છે અને સરહદ પર સાર્વભૌમત્વ જાળવવા માટે નિયમિત પેટ્રોલીંગ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે.

ચીનનું આ નિવેદન ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલ દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ સામે આવ્યું છે. અગાઉ ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સરહદ પર આ પ્રકારની સ્થિતિ ત્યારે જ સર્જાય છે જ્યારે ચીની સૈનિકો પેટ્રોલીંગ કરવા માટે નક્કી કરેલા ધોરણો કે પદ્ધતિઓથી હટીને કામ કરે છે. ભારતે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે બંને દેશો વચ્ચે એલએસી પર ગેરસમજ અને ખોટા આકલનને ટાળવા માટે રાજદ્વારી અને લશ્કરી સ્તરે વાતચીત ચાલુ છે, પરંતુ સરહદ પર શાંતિ જાળવવી એ દ્વિપક્ષીય સંબંધોના સર્વાંગી વિકાસ માટે અત્યંત આવશ્યક છે.

  • રાજદ્વારી અને સૈન્ય માધ્યમોથી સંપર્કમાં છે બંને દેશો

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્વીકાર્યું હતું કે ભારત અને ચીન વચ્ચે રાજદ્વારી તેમજ સૈન્ય માધ્યમોથી સતત સંપર્ક જળવાઈ રહ્યો છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભારત પણ આ જ દિશામાં સકારાત્મક કામ કરશે અને બંને દેશો મળીને સરહદી વિસ્તારોમાં સ્થિરતા જાળવવા માટે મજબૂત પગલાં લેશે. સરહદ પર તણાવ ઓછો કરવા અને મેનેજમેન્ટને વધુ બેહતર બનાવવા બંને દેશો વચ્ચે ચર્ચાનો દોર ચાલુ છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular