ભારતમાં આજે નક્સલવાદ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યું છેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં એન્કાઉન્ટર દરમ્યાન 14 નક્સલીઓ માર્યા ગયા બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા દળોના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, આ નક્સલવાદ માટે બીજો મોટો ફટકો છે. આપણા સુરક્ષા દળોએ નક્સલ મુક્ત ભારત બનાવવા તરફ મોટી સફળતા મેળવી છે. ગૃહમંત્રીએ એક પોસ્ટમાં કહ્યું, “નક્સલવાદને બીજો મોટો ફટકો”. આપણા સુરક્ષા દળોએ ઓડિશા-છત્તીસગઢ સરહદ […]