Homeગુજરાતીગુજરાતતલાલા તાલુકામાં ત્રીજા દિવસે વરસાદી માહોલ, કૃષિપાકને નુકસાન

તલાલા તાલુકામાં ત્રીજા દિવસે વરસાદી માહોલ, કૃષિપાકને નુકસાન

રાજકોટ, 02 નવેમ્બર, 2026 : Rainy weather continues for the third day in Talala taluka શિયાળાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લાના તલાળા તાલુકામાં રવિવારે ત્રીજા દિવસે વરસાદી ઝાપટાં પડ્યા હતા. રવિવારે અડધો ઈંચ વરસાદ પડતા ખેડૂતોના મગફળી અને કપાસના પાકને નુકસાન થયું હતું. મગફળીના પાથરા ખેતરોમાં પડ્યા હોવાથી વરસાદમાં પલળી ગયા હતા.

તાલાળા શહેર સહિત ગીર પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદી ઝાપટાં પડ્યા હતા. વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. તાલુકાના આંકોલવાડી, આંબળાશ, બામણશા, હડમતીયા, માધુપુર, વાડલા, ગુંદરણ, પીપળવા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. વરસાદને લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે અને ખેતરમાં તૈયાર પાક બચાવવા ખેડૂતો મથામણ કરી રહ્યા છે.

 હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. સોમવારે એટલે કે 2 નવેમ્બરના રોજ નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular