1. Home
  2. Tag "delhi high court"

વારંવાર સાસરી છોડીને જતી રહેતી હતી પત્ની, હાઈકોર્ટે આને ક્રૂરતા ગણાવીને છૂટાછેડાં કર્યા મંજૂર

દિલ્હી: પત્નીનું વારંવાર સાસરી છોડીને જવું ક્રૂરતા છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના એક આદેશમાં આ ટીપ્પણી કરી છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે પતિની ભૂલ વગર પત્નીનું વખતોવખત સાસરી છોડવી માનસિક ક્રૂરતાનું કામ છે. તેની સાથે જસ્ટિસ સુરેશકુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની ખંડપીઠે પત્ની દ્વારા ક્રૂરતા અને પરિત્યાગના આધારે પતિના છૂટાછેડાંની માગણીને […]

પરિવારની સમક્ષ સેક્સ લાઈફની વાત કરવી, પતિને નપુંસક કહેવો ક્રૂરતા: હાઈકોર્ટ

દિલ્હી: છૂટાછેડા સાથે જોડાયેલા એક મામલામાં દિલ્હી હાઈકોર્ટે મહત્વની ટીપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું છે કે જાહેરમાં પતિને નપુંસક કહેવો અથવા યૌન સંબંધોને લઈને વાતચીત કરવી માનસિક ક્રૂરતા છે. પતિનો આરોપ હતો કે પત્ની ચીડચીડા સ્વભાવની છે અને તે નાની-નાની વાતો પર ઝઘડા કરે છે. તેની સાથે તેનું કહેવું હતું કે તે બેહદ અભદ્ર રીતે […]

એનિમલ ફિલ્મની ઓટીટી રિલીઝનો મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ફિલ્મના સહ-નિર્માતા ‘સિને 1 સ્ટુડિયો’ દ્વારા ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને તેના સેટેલાઇટ ટેલિકાસ્ટ પર ફિલ્મ ‘એનિમલ’ની રિલીઝ અટકાવવાની માંગ કરતી અરજી પર સુપર કેસેટ અને નેટફ્લિક્સને નોટિસ પાઠવી હતી.. સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 1 ડિસેમ્બર, 2023 ના રોજ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી અને 26 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર […]

ઓનલાઈન દવાના વેચાણ અંગે પોલીસી બનાવવા કેન્દ્ર સરકારને દિલ્હી હાઈકોર્ટનો નિર્દેશ

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને 8 અઠવાડિયાની અંદર દવાઓના ઓનલાઈન વેચાણ અંગે નીતિ બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મિની પુષ્કર્ણની ડિવિઝન બેન્ચે કહ્યું કે, આ મામલો પાંચ વર્ષથી કોર્ટમાં પેન્ડિંગ છે. તેથી કેન્દ્ર સરકારને આ મામલે નીતિ લાવવાની છેલ્લી તક આપવામાં આવી રહી છે. કોર્ટે કહ્યું કે, જો આ આદેશનું […]

વિપક્ષી એકતા સંગઠન I.N.D.I.A મામલે ચૂંટણીપંચે દિલ્હી કોર્ટમાં પોતાનો અભિપ્રાય રજુ કર્યો

નવી દિલ્હીઃ ભાજપ વિરુદ્ધ 26 પક્ષોના વિપક્ષી ગઠબંધન ‘I.N.D.I.A.’ નામને લઈને સોમવારે (30 ઓક્ટોબર) દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ચૂંટણી પંચ તરફથી મોટી રાહત મળી છે. ચૂંટણી પંચે કહ્યું કે અમે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ કોઈપણ ગઠબંધનને નિયંત્રિત કરી શકતા નથી. કમિશને કોર્ટમાં કહ્યું કે અમે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.)ના નામે કંઈ કહી શકીએ […]

‘AAP’ના સાંસદ સંજ્ય સિહને દિલ્હી હાઈકોર્ટમાંથી ના મળી રાહત, ધરપકડ સામેની અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિહને દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. કથિત દારુ કૌભાંડમાં સંજ્ય સિંહે ધરપકડ અને રિમાન્ડની સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજી હાઈકોર્ટે ફગાવી હતી. કથિત દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ સંજય સિંહની ધરપકડ કરીને કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યાં હતા. સંજ્યસિંહની ધરપકડને પગલે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓમાં રોષ […]

ઉબર, ઓલા-રેપિડો બાઇક ટેક્સીને મોટો ઝટકો,સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પર લગાવી રોક

દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે હાઈકોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી,જેમાં બાઈક-ટેક્સી એગ્રીગેટર્સ ‘રેપિડો’ અને ‘ઉબર’ને રાષ્ટ્રીય રાજધાનીમાં ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી અને દિલ્હી સરકારને કહેવામાં આવ્યું હતું કે,નવી નીતિ ન ઘડાય ત્યાં સુધી કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવામાં આવે. ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝ અને ન્યાયમૂર્તિ રાજેશ બિંદલની વેકેશન બેન્ચે બંને એગ્રીગેટર્સને દિલ્હી હાઈકોર્ટ […]

મનીષ સિસોદિયાની મુશ્કેલી વધી, દિલ્હી હાઈકોર્ટે જામીન અરજી ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દારૂ કૌભાંડના કેસનો સામનો કરી રહેલા આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાએ જામીન ઉપર મુક્ત થવા માટે દિલ્હી હાઈકોર્ટની અરજી કરી હતી. રાજ્યની વડી અદાલતે સુનાવણીના અંતે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, મનીષ સિસોદિયા પર લાગેલા આરોપો […]

કેન્દ્રને રાહત – દિલ્હી હાઈકોર્ટે અગ્નિપથ યોજનાને રાષ્ટ્રહિતમાં ગણાવતા સાચી છે ઠેરવી

અગ્નિપથ યોજનાને સરકારે આપી ક્લિનચીટ આ યોજનાને ગણાવી સાચી અને રાષ્ટ્રના હિતમાં દિલ્હીઃ- કેન્દ્રની સરાકરે અગ્નિપથ યોજના વિકસાવી હતી ત્યારે આ મામલે હાઈક્રોટમાં અરજી કરાઈ હતી જો કે હવે કેન્દ્ર સરકારને દિલ્હી હાઈકોર્ટમાંથી અગ્નિપથ યોજનાના મામલામાં રાહત મળી  ચૂકી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર હાઈકોર્ટે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાને પડકારતી અરજીને ફગાવી હતી. દિલ્હી હાઈકોર્ટના ચીફ […]

નવી લિકર પોલિસી કેસ: દિલ્હી હાઇકોર્ટે દ્વારા વિજય નાયર અને અભિષેકના જામીન પર સ્ટે મૂકવાનો ઇનકાર.

દિલ્હી : નવી લિકર પોલિસીમાં કૌભાંડ મામલે નવા સમાચાર આવ્યા છે કે દિલ્હી હાઈકોર્ટે હાલમાં બંને આરોપીઓના જામીન પર સ્ટે આપવાની ના પડી છે. આમ આદમી પાર્ટીના કોમ્યુનિકેશન ઈન્ચાર્જ વિજય નાયર અને અભિષેક બોઈનપલ્લીને આપવામાં આવેલ જામીનને સીબીઆઈ દ્વારા પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં આ જ બાબતે સુનાવણી  1 ડિસેમ્બરે થશે. દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈની અરજી પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code