Homerevoinewsદિલ્હીના વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ એમેઝોનને કાનૂની નોટિસ પાઠવી, જાણો શું છે કેસ?

દિલ્હીના વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ એમેઝોનને કાનૂની નોટિસ પાઠવી, જાણો શું છે કેસ?

નવી દિલ્હી, 12 જૂન 2026 – દિલ્હીના વરિષ્ઠ ધારાશાસ્ત્રી સુશ્રી અમિતા સચદેવાએ એમેઝોનને કાનૂની નોટિસ પાઠવી છે. સમગ્ર દુનિયામાં માલ-સામાનના ઑનલાઈન વેચાણ માટેની ઈ-કોમર્સ કંપની એમેઝોને તાજેતરમાં એમેઝોન નાઉ નામે જે જાહેરાત શરૂ કરી છે તેના વિરુદ્ધ અમિતા સચદેવાએ સખત વાંધો ઉઠાવ્યો છે.

સનાતન હિન્દુત્વ માટે સતત કાનૂની લડાઈ લડીને ન્યાય મેળવતા અને ન્યાય અપાવતા સુશ્રી સચદેવાએ આ કાનૂની નોટિસમાં આક્ષેપ કર્યો છે કે, એમેઝોને આ જાહેરાતમાં એક વ્યક્તિને ભારતના સન્માનનીય ગણિતશાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ તરીકે દર્શાવીને ભારતીય સભ્યતાનું અપમાન કર્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે, એમેઝોનની આ નવી જાહેરખબરમાં આર્યભટ્ટને ડિલિવરી બૉય તરીકે દર્શાવવામાં આવ્યા છે. અને આ કારણે જ અનેક ભારતીયોએ નારાજગી પણ વ્યક્ત કરી છે.

શ્રી અમિતા સચદેવાએ એમેઝોનને તત્કાળ આ જાહેરાત પાછી ખેંચવા અને બિનશરતી માફી માગવા જણાવ્યું છે.

વાસ્તવમાં આ મહિલા ધારાશાસ્ત્રીએ એમેઝોન દ્વારા છેલ્લા અનેક વર્ષથી આ રીતે ભારતીય સભ્યતા તથા સનાતન દેવી-દેવતાઓ અને સંસ્કૃતિનું અપમાન કરવાનાં કૃત્યોની યાદી તૈયાર કરી છે અને આ આંતરરાષ્ટ્રીય કંપનીને માફી માગવા જણાવ્યું છે.

કંપની જો માફી નહીં માગે તો ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ તેની સામે કેસ દાખલ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
વાંચો શું કહ્યું, ધારાશાસ્ત્રી અમિતા સચદેવાએઃ

દરમિયાન, સનાતન પ્રભાત નામના મીડિયા જૂથે પણ એમેઝોનની આવી જાહેરાત સામે વિરોધ નોંધાવીને એમેઝોનનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે.

Senior Delhi lawyer sends legal notice to Amazon, know what the case is?
Senior Delhi lawyer sends legal notice to Amazon, know what the case is?

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular