Homeગુજરાતીખોરાકસાદા ભોજનમાં લાવશે મજેદાર સ્વાદ, બનાવો મીઠા લીમડાની ચટણી

સાદા ભોજનમાં લાવશે મજેદાર સ્વાદ, બનાવો મીઠા લીમડાની ચટણી

રેસીપી, 30 સપ્ટેમ્બર 2026: સાઉથ ઈન્ડિયન વાનગી હોય કે ગુજરાતી-કાઠિયાવાડી થાળી, મીઠા લીમડાની ચટણી ભોજનનો સ્વાદ અને સુગંધ બંનેમાં વધારો કરે છે. સ્વાદિષ્ટ હોવા ઉપરાંત મીઠો લીમડો અનેક પોષક તત્ત્વોથી ભરપૂર હોવાથી તેને આહારમાં સામેલ કરવો ફાયદાકારક માનવામાં આવે છે.

મીઠા લીમડાનું સેવન પાચનક્રિયાને સારી રાખવામાં, વાળના સ્વાસ્થ્યને જાળવવામાં અને બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થઈ શકે છે. મગફળી, તલ, લસણ અને નારિયેળ જેવા ઘટકો સાથે તૈયાર થતી આ ચટણી સ્વાદિષ્ટ હોવાની સાથે લાંબા સમય સુધી સાચવીને પણ રાખી શકાય છે.

જો રોજિંદા ભોજનમાં કંઈક ચટપટું અને સ્વાદિષ્ટ ઉમેરવું હોય, તો મીઠા લીમડાની આ ચટણી એક સરસ વિકલ્પ બની શકે છે.

મીઠા લીમડાની ચટણી રેસીપી

સામગ્રી

1 ચમચી તેલ

18-20 મીઠા લીમડાનાની ડાળીઓ

40 ગ્રામ મગફળી

10-12 કળી લસણ

5 નંગ સૂકા લાલ મરચા

1 ચમચી તલ

1 ચમચી જીરું

2 ચમચી સફેદ તલ

2 ચમચી છીણેલું નારિયેળ

1/4 ચમચી હિંગ

1/2 ચમચી મીઠું

મીઠા લીમડાની ચટણી બનાવવાની રીત

મીઠા લીમડાના પાનને ડાળીઓમાંથી અલગ કરી, પાણીથી બરાબર ધોઈ લો અને કપડા પર સૂકવી લો જેથી તેમાં ભેજ ના રહે.

એક પેનમાં 1 ચમચી તેલ ગરમ કરો. તેમાં 40 ગ્રામ મગફળી ઉમેરીને હળવી શેકી લો. ત્યારબાદ તેમાં 12 કળી લસણ, 5 નંગ સૂકા લાલ મરચાં, 1 ચમચી જીરું, 3 ચમચી સફેદ તલ અને 2 ચમચી છીણેલું નારિયેળ ઉમેરો.

બધી સામગ્રીને ધીમા તાપે હળવી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. હવે તેમાં સૂકવેલા મીઠા લીમડાના પાન ઉમેરો. લીમડાના પાન એકદમ કરકરા થાય ત્યાં સુધી ધીમા તાપે સાંતળો.

ગેસ બંધ કરી દો અને મિશ્રણમાં 1/4  ચમચી હિંગ અને 1/2 ચમચી મીઠું ઉમેરીને મિક્સ કરી લો. મિશ્રણને પૂરેપૂરું ઠંડું થવા દો.

મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને મિક્સર જારમાં કાઢી લો. તેને પાણી ઉમેર્યા વગર અધકચરું અથવા પાવડર ચટણી સ્વરૂપે પીસી લો.

તૈયાર છે તમારી ટેસ્ટી અને પૌષ્ટિક મીઠા લીમડાની ચટણી! આ ચટણીને એર-ટાઈટ કાચની બરણીમાં ભરીને 2 મહિના સુધી વાપરી શકો છો. તેને રોટલી, ભાખરી, ઢોંસા કે ગરમાગરમ ભાત સાથે પીરસો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular