Homeગુજરાતીગુજરાતસંતરામપુર નજીક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે યુવાનોના મોત

સંતરામપુર નજીક એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે યુવાનોના મોત

સંતરામપુર, 30 સપ્ટેમ્બર, 2026 : Two youths die in accident between ST bus and bike  રાજ્યના હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ સંતરામપુર નજીક સર્જાયો હતો. મહિસાગર જિલ્લાના સંતરામપુરના હીરાપુર ગામ પાસે હાઈવે પર  એસટી  બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર બે યુવાનોના મોત નીપજ્યા હતા. દાહોદ ડેપોની પીટોલથી પાટણ જતી બસ સાથે બાઈક અથડાતાં આ ઘટના બની હતી. અકસ્માત બાદ સ્થાનિક પોલીસે ત્વરિત ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે,  દાહોદ ડેપોની પીટોલથી પાટણ રૂટની એસટી બસ હીરાપુર નજીકથી પસાર થઈ રહી હતી. તે જ સમયે એસટી બસ અને બાઈક અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકસવાર બન્ને યુવાનોના મોત નિપજ્યા હતા. અક્સામતના બનાવની જાણ થતાં જ સંતરામપુર પોલીસની ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહોને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સંતરામપુરથી ઝાલોદ જતા હાઈવે રોડ પર આવેલા હીરાપુર ગામ નજીક  એસ.ટી. બસ સાથે સર્જાયેલા અકસ્માતમાં બાઈકસવાર દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના બમ્બેલા ગામના ગોવિંદ પારગી અને ધાવડીયા ગામના હર્ષદ કલારાનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે આ અકસ્માતમાં ધાવડીયા ગામના અન્ય એક યુવક હર્ષદ ચરપોટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

 દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અલગ-અલગ ગામોના રહેવાસી એવા ત્રણ મિત્રો બાઈક પર વતન પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ગાંધીનગરમાં અભ્યાસ કરતો ગોવિંદ પારગી તથા બાયડ ખાતે મજૂરી કામ કરતા તેના બે મિત્રો હર્ષદ કલારા અને હર્ષદ ચરપોટ એક જ બાઈક પર સવાર થઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન હીરાપુર પાસે અકસ્માત નડતાં બે મિત્રોના કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે એક મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.  આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular