Homerevoinewsમુખ્યમંત્રીએ પાટા ડુંગરી ખાતે ઠક્કરબાપા સરોવરની મુલાકાત લઈ જળસંગ્રહ અને વિતરણ વ્યવસ્થાનું...

મુખ્યમંત્રીએ પાટા ડુંગરી ખાતે ઠક્કરબાપા સરોવરની મુલાકાત લઈ જળસંગ્રહ અને વિતરણ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું

  • મુખ્યમંત્રીશ્રીએ માછીમારો સાથે સંવાદ કરી રોજગાર શિક્ષણ વેપાર સહિતની ચર્ચા કરી

દાહોદ, 20 નવેમ્બર, 2026- The Chief Minister visited Thakkarbapa Sarovar at Pata Dungri દાહોદ જિલ્લાના ત્રિદિવસીય પ્રવાસના ત્રીજા દિવસે સવારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગરબાડા તાલુકાના પાટા ડુંગરી ખાતે આવેલા ઠક્કરબાપા સરોવરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે સરોવરના વિસ્તાર, જળસંગ્રહની ક્ષમતા, પાણીના જથ્થા અને પાણી વિતરણની વ્યવસ્થાની જાણકારી મેળવી હતી.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રીએ ગરબાડા તાલુકા પંચાયત કચેરીમાં જન સુનાવણી કરી, તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યુંઃ VIDEO

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ પાટા ડુંગરી ખાતે આવેલી નીર વાટિકામાં વડના છોડનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને લીલી હરિયાળીના સંવર્ધનનો સંદેશ આપ્યો હતો.

The Chief Minister visited Thakkarbapa Sarovar at Pata Dungri and inspected the water storage and distribution system.
The Chief Minister visited Thakkarbapa Sarovar at Pata Dungri and inspected the water storage and distribution system.

સરોવરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક માછીમારો સાથે સંવાદ કર્યો હતો. તેમણે માછીમારોની રોજિંદી કામગીરી, માછીમારીના વ્યવસાય, તેમના બાળકોના શિક્ષણ, રોજગારી , આવક અને વેપાર સંબંધિત વિવિધ બાબતોની ચર્ચા કરી હતી.

♦ રિવોઈમાં પ્રકાશિત થતા વિશેષ લેખ તેમજ સમાચારો વિશે તમારો અભિપ્રાય જરૂર આપો – ઈમેલઃ [email protected] ♦

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img