Homeગુજરાતીગુજરાતઅમદાવાદ અને વડોદરા મ્યુનિમાં વિપક્ષના નેતા નક્કી કરવા કોંગ્રેસ હાઈકમાન્ડે નીમ્યા બે...

અમદાવાદ અને વડોદરા મ્યુનિમાં વિપક્ષના નેતા નક્કી કરવા કોંગ્રેસ હાઈકમાન્ડે નીમ્યા બે નિરીક્ષકો

અમદાવાદ, 4 ઓક્ટોબર, 2026 : Congress high command appoints two observers to decide opposition leader in AMC and VMC અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં કોંગ્રસમાં વિપક્ષના તેના પસંદ કરવામાં પ્રદેશના નેતાઓ કોઈ નિર્ણય કરી શકતા નથી. વિપક્ષ નેતાના પદ માટે શહેઝાદખાન અને નીરવ બક્ષી વચ્ચે હરીફાઈ ચાલી રહી છે. ગત ટર્મમાં પણ આ બન્ને નેતાઓ વચ્ચે હરિફાઈ હતી. પ્રદેશના નેતાઓ અને કોંગ્રેસના ધારાસભ્ય તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ વચ્ચે પણ મતમતાંતર છે. આથી હાઈકમાન્ડે વિપક્ષના નેતા પસંદ કરવા માટે બે નિરીક્ષકોની નિમણૂક કરી છે. આવી સ્થિતિ વડોદરા મ્યુનિ.કોર્પોરેશનમાં પણ છે. એટલે એક નિરીક્ષક અમદાવાદ અને બીજા નિરીક્ષક વડોદરામાં કોંગ્રેસના કોર્પોરેટરોને સાંભળીને હાઈકમાન્ડને રિપોર્ટ આપશે.

અમદાવાદ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો જાહેર થયાને 5 મહિના વિતી ગયા છતાં હજુ સુધી બન્ને મ્યુનિ.કોર્પોરેશનોમાં વિપક્ષ નેતાઓની નિમણૂક કરવામાં આવી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી 26 એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી અને જેના પરિણામો 28 એપ્રિલના જાહેર કરવામાં આવ્યા હતા. જો કે તે બાદ વિપક્ષ નેતા માટે સેન્સ પ્રક્રિયા પણ લેવામાં આવી હતી. પરંતુ વિપક્ષ નેતા બનાવવા માટે ખેંચાખેચ ચાલતી હોવાથી હવે દિલ્હીથી ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટિ(AICC) દ્વારા જ નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિમાં વિપક્ષ નેતા માટે શહેઝાદખાન અને નીરવ બક્ષી વચ્ચે હરીફાઈ ચાલી રહી છે. જ્યારે ઉપનેતા તરીકે જયમન શર્માના નામની ચર્ચા ચાલી રહી છે.

અમદાવાદ મ્યુનિમાં વિપક્ષ નેતા નક્કી કરવા માટે રાજસ્થાનના ગંગાનગરના સાંસદ કુલદીપ ઇન્દોરાને નિરીક્ષક બનાવાયા છે. જ્યારે વડોદરા મ્યુનિમાં વિપક્ષના નેતાની પસંદગી માટે AICCના રાષ્ટ્રીય સેક્રેટરી ગોપીનાથ પલાનીયપનને નિરીક્ષકની જવા બદારી સોંપાઈ છે. પહેલી વખત મ્યુનિ.કોર્પોરેશનમાં વિપક્ષ નેતા નક્કી કરવા માટે AICCએ નિરીક્ષક મૂક્યા છે. પ્રદેશ કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વિવાદ ન પૂરો ન થતા હવે દિલ્હીના નેતાઓ સેન્સ લઈને વિપક્ષ નેતાની નિમણૂક કરશે.

 અમદાવાદ, વડોદરા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિપક્ષ નેતા બની શકે તેટલી બેઠકો કોંગ્રેસે જીતી છે. જેમાં રાજકોટમાં જ વિપક્ષ નેતાની નિમણૂક કરવામાં આવી છે.  પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 192માંથી 160 બેઠક ભાજપ અને 32 બેઠક કોંગ્રેસને મળી હતી. તો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં 76 બેઠકમાંથી ભાજપને 69 બેઠક અને કોંગ્રેસને 6 બેઠક અને અન્યને એક બેઠક મળી હતી. પરંતુ 5 મહિના કરતાં વધુ સમય થઈ ગયા હોવા છતાં સૌથી મોટી અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને વડોદરા મ્યુનિ.કોર્પોરેશનમાં હજુ સુધી કોંગ્રેસ વિપક્ષ નેતા બનાવી શકી નથી. અમદાવાદ અને વડોદરા મ્યુનિ.કોર્પોરેશનમાં કોંગ્રેસના અલગ અલગ ગ્રુપ પોતાના કોર્પોરેટરને વિપક્ષ નેતા બનાવવામાં આવે તે માટેની જીદ કરીને બેઠા છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular