1. Home
  2. revoinews
  3. ભોપાલમાં સંકલ્પ અભિયાન દ્વારા 8000 વિદ્યાર્થિનીઓને લવ જેહાદ વિશે જાગ્રત કરાઈ
ભોપાલમાં સંકલ્પ અભિયાન દ્વારા 8000 વિદ્યાર્થિનીઓને લવ જેહાદ વિશે જાગ્રત કરાઈ

ભોપાલમાં સંકલ્પ અભિયાન દ્વારા 8000 વિદ્યાર્થિનીઓને લવ જેહાદ વિશે જાગ્રત કરાઈ

0
Social Share

ભોપાલ, 12 જૂન 2026લવ જેહાદ એક હકીકત છે અને મુસ્લિમ યુવકો નામ અને ઓળખ બદલીને હિન્દુ યુવતીઓને ફસાવે છે એવું વારંવાર અનેક કિસ્સા દ્વારા સાબિત થયેલું છે. દેશમાં રોજેરોજ કોઈને કોઈ ખૂણામાં આવા કિસ્સા બનતા રહે છે.

મધ્યપ્રદેશના ભોપાલમાં પણ ગયા વર્ષે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને એ સાથે શ્રેણીબદ્ધ કિસ્સા બહાર આવ્યા હતા જેમાં હિન્દુ યુવતીઓએ તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદો નોંધાવી હતી. આ તમામ કેસ હાલ અદાલતોમાં ચાલી રહ્યા છે.

પરંતુ અહીં મહત્ત્વની વાત એ છે કે, વધુ હિન્દુ વિદ્યાર્થિનીઓ અને યુવતીઓ લવ જેહાદીઓની ચુંગાલમાં ન ફસાય તે હેતુથી જાગ્રત કર્મશીલોએ સંકલ્પ નામે એક અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન અંતર્ગત એક વર્ષમાં મધ્યપ્રદેશમાં 100 કૉલેજની 8000 વિદ્યાર્થિનીઓને આ મુદ્દે જાગ્રત કરવામાં આવી છે.

સંકલ્પ અભિયાનના એક વર્ષ નિમિત્તે ભોપાલમાં યોજાયેલા એક કાર્યક્રમ વિશે સેવા ન્યાય સંસ્થાના સ્થાપક સ્વાતિ ગોયલ શર્માએ એક વિસ્તૃત X પોસ્ટ દ્વારા જાણકારી શૅર કરી છે.

સ્વાતિજી આ વિશે કહે છે કે, “એક વર્ષ પહેલાં, ભોપાલની એક કૉલેજમાં અભ્યાસ કરતી હિન્દુ યુવતીએ ફરહાન નામના કૉલેજ સિનિયર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેણે ખોટી ઓળખ આપીને તેની સાથે દોસ્તી કરી હતી, અને પછી તેને નશીલો પદાર્થ આપીને, બળાત્કાર ગુજારીને, બ્લેકમેલ કરીને બળજબરીથી ઇસ્લામમાં ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

“ત્યારબાદ તરત જ, તે જ કૉલેજની કેટલીક વિદ્યાર્થિનીઓએ અલગ-અલગ પુરુષો વિરુદ્ધ આવી જ ફરિયાદો સાથે આગળ આવી હતી.

“પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપીઓ એક જ ગેંગનો હિસ્સો હતા અને તેમને શારિક નામના ગુનાઇત શખ્સનું સમર્થન હતું, જે ભોપાલમાં ‘મછલી’ ના ઉપનામથી કુખ્યાત છે.

“પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓએ એક સુઆયોજિત રીતે હિન્દુ છોકરીઓને નિશાન બનાવી હતી – પહેલા એક છોકરીને જાળમાં ફસાવવી, પછી તેની બહેનપણીનો પરિચય ગેંગના બીજા સભ્ય સાથે કરાવવો, અને આ જ રીતે આખો સિલસિલો આગળ વધારવો.

“તેઓએ નિકટતાની તકો પણ ઊભી કરી અને પછી ગુપ્ત રીતે વીડિયો રેકોર્ડ કરી લીધા.

“ભોગ બનનારાઓમાં બે બહેનો હતી જેમણે ઘણા સમય પહેલાં પોતાનાં માતા-પિતા ગુમાવી દીધા હતા અને સંબંધીઓ દ્વારા ગરીબીમાં તેમનો ઉછેર કરવામાં આવી રહ્યો હતો. આ કૌભાંડે તેમને એટલી હદે હતાશ કરી નાખી હતા કે તેમાંથી એકે પોતાનો જીવ ટૂંકાવવાનો (આત્મહત્યાનો) પ્રયાસ કર્યો હતો અને તેના કાંડા પર આજે પણ તેનું ઊંડું નિશાન છે.

“આ ચોંકાવનારા ખુલાસા ‘ભોપાલ સેક્સ સ્કેન્ડલ‘ તરીકે રિપોર્ટ થયા હતા.

“આ આઘાતજનક ખુલાસાઓ પર લોકોમાં એટલો ભારે આક્રોશ હતો કે મધ્ય પ્રદેશ સરકારે શારિકના ઘર પર બુલડોઝર ફેરવી દીધું, મધ્ય પ્રદેશના સર્વોચ્ચ પોલીસ વડા આ અંગેની તપાસમાં સામેલ થયા, મહિલા આયોગ આમાં જોડાયું અને કેટલાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી. તેઓ હજુ પણ જેલમાં જ છે.

“આમાં સૌથી મહત્ત્વનો હસ્તક્ષેપ NHRC (રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ) ના સભ્ય પ્રિયાંક કાનૂનગો (@KanoongoPriyank) તરફથી આવ્યો હતો.

“તેમણે આ કેસની પ્રગતિ પર સતત નજર રાખી અને સુનિશ્ચિત કર્યું કે કેસ નબળો ન પડે. તેમનો પ્રભાવ એવો હતો કે શારિકનો એક નજીકનો સાથી એકવાર દિલ્હીમાં તેમની ઓફિસે પહોંચ્યો અને તેમને આ મામલામાંથી પાછા હટી જવા કહ્યું. પ્રિયાંકજીએ તેને પોતાની ઓફિસમાંથી બહાર કાઢી મૂક્યો હતો. આ ઘટનાને મીડિયામાં વ્યાપકપણે કવરેજ મળ્યું હતું.

“હવે આવે છે તેમનો સૌથી નોંધપાત્ર હસ્તક્ષેપ.

“તેમણે સમગ્ર ભોપાલની કૉલેજની છોકરીઓને આ રેકેટ વિશે શિક્ષિત કરવા તેમજ જે છોકરીઓ આ જાળમાં ફસાઈ ગઈ છે પરંતુ કાં તો તે હજી તેને ઓળખી શકતી નથી અથવા તો તેમાંથી બહાર નીકળવા માટે ખૂબ જ ડરેલી છે, તેમને ઉપલબ્ધ કાનૂની અને સામાજિક સહાય વિશે માહિતગાર કરવા માટે એક કાર્યક્રમની કલ્પના કરી હતી.

“’સંકલ્પ‘ નામનો આ કાર્યક્રમ @sewanyaya દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો, જે @SanjeevSanskrit અને મારા દ્વારા ચલાવવામાં આવ્યો હતો, અને અમારા પાર્ટનર @NetworkforJus દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો હતો.

“અમે ભોપાલમાંથી કૉલેજની વિદ્યાર્થિનીઓનું એક જૂથ પસંદ કર્યું, તેમને તાલીમ આપી અને કેમ્પસમાં મોટા પાયે જાગૃતિ સત્રો (અવેરનેસ સેશન્સ) યોજવા માટે તેમને તૈનાત કરી.

“છેલ્લા આઠ મહિનામાં, આ જૂથે ભોપાલની 100 કોલેજોની 8,000 થી વધુ છોકરીઓને શિક્ષિત કરી છે.

“કાર્યક્રમ દરમિયાન, આ સત્રોમાં હાજરી આપનારી કેટલીક છોકરીઓએ પાછળથી ટીમનો ખાનગીમાં સંપર્ક કર્યો અને આવી પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવામાં સફળ રહી, જ્યારે ત્રણ છોકરીઓએ આગળ વધીને વાસ્તવિક પોલીસ કેસ દાખલ કર્યા.

“ગઈકાલે, પ્રિયાંકજી અને હું મધ્ય પ્રદેશ બાળ આયોગના અધ્યક્ષ નિવેદિતા શર્મા અને LNCT ગ્રુપ ઓફ કોલેજીસના વરિષ્ઠ નેતૃત્વ સાથે આ કાર્યક્રમના પ્રથમ વર્ષની અત્યંત સફળ પૂર્ણાહુતિ નિમિત્તે ભોપાલમાં હતા.

“હું અદ્ભુત ટ્રેનર્સને પણ મળી, જેમને શ્રેષ્ઠ નિધિ કાર્તિકેય (@nidhikartikey) અને સનત સલુજા (@SalujaSanat) દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

“અને હું આ કૌભાંડનો ભોગ બનેલી ત્રણ પીડિતાઓને પણ મળી.

“તેમની પીડા ખૂબ જ પરેશાન કરનારી છે અને હું તેને અન્ય કોઈ સમયે શૅર કરીશ.”

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code