Homeગુજરાતીગુજરાતભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ, નવા કાયદા પર રોક, સરકારે આપી ખાતરી

ભાડા વિધેયકના વિરોધમાં વકીલોની હડતાળ, નવા કાયદા પર રોક, સરકારે આપી ખાતરી

અમદાવાદ, 6 ઓક્ટોબર, 2026 : Lawyers strike in protest against rent bill, government gives assurance on new law ગુજરાત વિધાનસભામાં ચામાસા સત્રમાં ગુજરાત ભાડા વિધેયક 2026ને મંજુરી આપવામાં આવી છે. ભાડા વિધેયકના  વિરોધમાં રાજ્યભરના વકીલો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. રાજ્યના 182 વકીલ મંડળોની આગેવાનીમાં કોર્ટ પરિસરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે. ગુજરાત બાર એસોસિએશને અચોક્કસ મુદતની હડતાળ પર જવા આહવાન કર્યું હતું. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશને પણ વકીલોને કોર્ટમાં ઉપસ્થિત ન રહેવા આહવાન કર્યું હતું. જેને પગલે હાઇકોર્ટમાં વકીલોને પ્રવેશ થવાનો ગેટ બંધ કરવામાં આવ્યો હતો. વકીલો કામથી અળગા રહેતા ચાલી રહેલા કેસોને પણ અસર થઈ હતી. દરમિયાન ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ જનરલે જણાવ્યું છે કે, ‘સરકાર વકીલો સાથે મળીને તેની માંગણીઓ અંગે ફરી વિચારણા કરશે. હાલ પૂરતો સરકારે નવા નિયમ પર રોક લગાવી દીધી છે, જ્યારે રાજ્યપાલે પણ આ બિલ પર સહી કરવાનું મોકૂફ રાખ્યું છે. સરકારે ખાતરી આપી છે કે ત્યાં સુધી જૂનો કાયદો જ અમલમાં રહેશે.’

ગુજરાત ભાડા વિધેયક 2026 સામે વકીલોની અચોક્કસ મુદતની હડતાળથી સરકાર વકીલ મંડળો સાથે સમાધાન કરે તેવી શક્યતા છે. ગુજરાત હાઇકોર્ટના ઍડ્વૉકેટ જનરલે જણાવ્યું છે કે, ‘સરકાર વકીલો સાથે મળીને તેની માંગણીઓ અંગે ફરી વિચારણા કરશે. હાલ પૂરતો સરકારે નવા નિયમ પર રોક લગાવી દીધી છે, જ્યારે રાજ્યપાલે પણ આ બિલ પર સહી કરવાનું મોકૂફ રાખ્યું છે. સરકારે ખાતરી આપી છે કે ત્યાં સુધી જૂનો કાયદો જ અમલમાં રહેશે.’

છેલ્લા કેટલાક દિવસોથી સરકારે રજૂ કરેલા ‘ભાડા બિલ 2026’ની વિવાદાસ્પદ જોગવાઈઓને લઈને રાજ્યભરના 182 જેટલા વકીલ મંડળોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. વકીલોના વિરોધના પગલે આજે સોમવારે સવારે ગુજરાત હાઇકોર્ટ ઍડ્વૉકેટ્સ ઍસોસિયેશન પણ કોર્ટની કામકાજથી સંપૂર્ણપણે અળગું રહ્યું હતું, જેના કારણે હાઇકોર્ટ સહિત તમામ નીચલી કોર્ટમાં ન્યાયિક કામગીરી ખોરવાઈ ગઈ હતી. આ અંગે ઍડ્વૉકેટ જનરલે જણાવ્યું હતું કે, ‘હાલના સમયમાં કોર્ટ એક દિવસ પણ ના ચાલે તો સ્થિતિ ખરાબ છે. વકીલોની જે પણ માંગણીઓ અને રજૂઆતો છે, તેને સરકારે ગંભીરતાથી સાંભળીને સકારાત્મક નિરાકરણ લાવવાની સંપૂર્ણ ખાતરી આપી છે. આથી જ ભાડા કરાર સંબંધિત નવો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.’

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular