Homeગુજરાતીગુજરાતબગદાણામાં બજરંગદાસ બાપાનો અર્ધ શતાબ્દી મહોત્સવ 20મી જાન્યુઆરીથી યોજાશે

બગદાણામાં બજરંગદાસ બાપાનો અર્ધ શતાબ્દી મહોત્સવ 20મી જાન્યુઆરીથી યોજાશે

ભાવનગર, 28 નવેમ્બર, 2026 : Bajrangdas Bapa’s half-centenary festival to be held in Bagdana જિલ્લાના સુપ્રસિદ્ધ એવા બજરંગદાસ બાપાના ગુરૂ આશ્રમ બગદાણા ખાતે આગામી તા. 20મી જાન્યુઆરી 2027થી બજરંગ બાપાનો અર્ધ શતાબ્દી મહોત્સવ યોજાશે. 6 દિવસીય આ મહોત્સવમાં દેશ-વિદેશથી બાપાના અનુયાયીઓ ઉમટી પડશે. આ મહોત્સવની  તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં 28 જેટલી અલગ-અલગ સમિતિઓના અંદાજિત 45 હજાર સ્વયંસેવકો રાત-દિવસ કામગરી કરી રહ્યાં છે.

રાજ્યના સુપ્રસિદ્ધ એવા ભાવનગર જિલ્લામાં આવેલા બજરંગ બાપાના ગુરૂ આશ્રમ, બગદાણા ગામે બજરંગબાપાનો અર્ધ શતાબ્દી મહોત્સવ આગામી તા. 20મી જાન્યુઆરીથી 25મી જાન્યુઆરી 2027 દરમિયાન યોજાશે. આ ભવ્ય મહોત્સવમાં 25 લાખથી વધુ ભાવિકો ઉમટી પડવાની શક્યતા છે. મહોત્સવમાં ભાગ લેવા માટે આવનારા ભાવિકો માટે ત્રણ ટાઈમ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે 2.26 લાખ કિલો ઘઉંનો લોટ અને 500 ચુલા રસોઈ બનાવવામાં માટે તૈયાર કરાશે. છ દિવસના મહોત્સવમાં સમિતિ અને સ્વયંસેવકો દ્વારા સંપૂર્ણ અદભુત મેનેજમેન્ટ કરવામાં આવશે.

 ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું બગદાણા ગુરુ આશ્રમ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. બજરંગદાસ બાપાની 50મી મહાપરિનિર્વાણ તિથિ નિમિત્તે બગદાણા ધામે બજરંગદાસ સીતારામ સનાતન સંસ્થાન દ્વારા આગામી તા. 20 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમિયાન અર્ધશતાબ્દી મહોત્સવ યોજાશે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.  આ મહોત્સવની ભવ્યતાને ધ્યાનમાં રાખીને બે માસ પૂર્વેથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહોત્સવ દરમિયાન અતિમહાવિષ્ણુ યજ્ઞ, ધર્મસભા અને સંતવાણી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ મહોત્સવમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં બાપાના ભક્તો જોડાવાના હોવાથી વિશાળ ડોમ, રહેવાની સુવિધા, પાર્કિંગ વ્યવસ્થા તેમજ મહાપ્રસાદ માટે ખાસ ભોજનશાળા તૈયાર કરવામાં આવી રહી છે.  હજારો સ્વયંસેવકો ‘બાપા સીતારામ’ના નાદ સાથે અત્યારથી જ દિવસ-રાત ખડેપગે રહી સેવા આપી રહ્યા છે. સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે પાર પડે તે માટે ગુરુ આશ્રમ ટ્રસ્ટ અને સેવક સમુદાય દ્વારા અલગ-અલગ સમિતિઓની રચના કરી કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img