ગાંધીનગર, 28 નવેમ્બર, 2026 : Gujarat leads the country in compostable plastic production સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) દ્વારા રજૂ કરાયેલા રાજ્યવાર આંકડા મુજબ, કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક અને તેમાંથી બનતા ઉત્પાદનોના નોંધાયેલા ઉત્પાદકોની સંખ્યામાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે છે. રાજ્યમાં હાલમાં 62 નોંધાયેલા ઉત્પાદકો છે, જે બીજા ક્રમે રહેલા તમિલનાડુના 42 ઉત્પાદકો કરતાં 20 ઉત્પાદક વધુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. CPCB ના ‘કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ ઈ-સર્ટિફિકેશન પોર્ટલ’ પર દેશભરમાં નોંધાયેલા અંદાજે 400 ઉત્પાદકોમાંથી 62 ઉત્પાદક સાથે ગુજરાતનો હિસ્સો લગભગ 16% છે. કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદકની યાદીમાં ગુજરાત બાદ તમિલનાડુમાં 42, મહારાષ્ટ્રમાં 41, તેલંગાણામાં 33 અને મધ્યપ્રદેશમાં 26 યુનિટની નોંધણી થયેલી છે.
કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદનમાં રાજ્યની આ અગ્રેસરતા એવા સમયે સામે આવી છે જ્યારે ટકાઉ (સસ્ટેનેબલ) ઓ વસ્તુઓ વાઈબ્રન્ટ ગુજરાત પ્લેટફોર્મના એજન્ડામાં ટોચ પર છે. જાન્યુઆરીમાં રાજકોટ ખાતે યોજાયેલી કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનની ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ ની શરૂઆત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને પર્યાવરણ સંરક્ષણ અંગેના સેમિનારથી થઈ હતી. આ સત્રમાં CIPET અમદાવાદ દ્વારા ઉદ્યોગસાહસિકો, GPCB ના અધિકારીઓ, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓને કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકના ધોરણો અને CPCB સર્ટિફિકેશન પ્રક્રિયા વિશે સમજાવવામાં આવ્યું હતું. રાજ્યભરમાં યોજાયેલી પ્રાદેશિક પરિષદોમાં MSMEs સહિત ઉદ્યોગો સાથે MoUs પણ કરવામાં આવ્યા હતા, જેનાથી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ અગાઉ આ ક્ષેત્રને નવી ગતિ મળી છે.
સરકારના આ પ્રયાસોને નીતિગત સમર્થન પણ મળ્યું છે. જૂનમાં જાહેર કરાયેલી ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026’માં સસ્ટેનેબિલિટીને તેના ચાર મુખ્ય સ્તંભોમાં સ્થાન આપવામાં આવ્યું છે, અને આ સર્ક્યુલર ઇકોનોમી પ્રવૃત્તિઓને ‘થ્રસ્ટ સેક્ટર’ ગણવામાં આવ્યું છે. આ નીતિ ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, સ્વચ્છ ઉત્પાદન ટેકનોલોજી અને પર્યાવરણ પ્રત્યે જવાબદાર ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપી રહી છે, જે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદકોને રાજ્યના ઔદ્યોગિક આયોજનમાં સ્પષ્ટરુપે મજબૂત સ્થાન આપી રહ્યું છે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)એ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉત્પાદન એકમોની મંજૂરી માટેની અરજીઓમાં ‘કન્સેન્ટ ટુ એસ્ટાબ્લિશ’ અને ‘કન્સેન્ટ ટુ ઓપરેટ’ ની અરજીઓનો સમાવેશ થાય છે તેના પર નિર્ણય લેવા માટે અરજી મળ્યાની તારીખથી મહત્તમ ત્રણ કાર્યકારી દિવસની સમયમર્યાદા નક્કી કરી છે. બોર્ડે 30 જુલાઈ, 2026ના પરિપત્ર ક્રમાંક GPCB/0153/07/2026 દ્વારા આ સમયમર્યાદા લાગુ કરી છે. લાગુ પડતી પર્યાવરણીય આવશ્યકતાઓ અનુસાર અરજીઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે.”








