અમદાવાદ, 28 નવેમ્બર, 2026 : 100th edition of Sundays on Bicycle રાજ્યમાં અમદાવાદ, વડાદરા, સુરત અને ભાવનગરમાં આગામી તા. 29 નવેમ્બરને રવિવારના રોજ ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ (SOC)ના ઐતિહાસિક 100મા સંસ્કરણની ઉજવણી કરાશે. અમદાવાદના પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ખાતે ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ યોજાશે. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ પ્રસંગે સાંસદો, ધારાસભ્યો, ખેલાડીઓ, ફિટનેસપ્રેમીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે.
રાજ્યમાં અમદાવાદ, વડાદરા, સુરત અને ભાવનગરમાં આગામી તા. 29 નવેમ્બરને રવિવારના રોજ ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ (SOC)ના ઐતિહાસિક 100મા સંસ્કરણની ઉજવણી કરાશે. જેમાં અમદાવાદમાં કાંકરિયા તળાવ ખાતે, વડોદરામાં આનંદ વિદ્યા વિહાર સ્કૂલ ખાતે, તથા સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અને ભાવનગરમાં વોટર ટાંકી (પાણીની ટાંકી) ખાતે રવિવારે ઊજવણી કરાશે.
અમદાવાદ ખાતે યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં શહેરના વિવિધ મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો અને ધારાસભ્યો ઉપરાંત નાગરિકો, યુવાનો, ખેલાડીઓ અને ફિટનેસપ્રેમીઓ પણ ભાગ લેશે. રાષ્ટ્રીય સ્તરે મુખ્ય કાર્યક્રમનું નેતૃત્વ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયા પિંપરી-ચિંચવડ, પુણે ખાતે કરશે. દેશભરમાં 1.5 લાખથી વધુ માય ભારત સ્વયંસેવકો આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેશે. સહભાગીઓ ‘નશા મુક્ત ભારત’ની પ્રતિજ્ઞા પણ લેશે.
સન્ડેઝ ઓન સાયકલનું 100મું સંસ્કરણ ઓલિમ્પિકના ત્રણ મૂળભૂત મૂલ્યો ઉત્કૃષ્ટતા (Excellence), સન્માન (Respect) અને મિત્રતા (Friendship) ને સમર્પિત છે. આ સંસ્કરણની થીમ “Pedalling Towards India’s Olympic Dream” (ભારતના ઓલિમ્પિક સપના તરફ સાયકલિંગ) છે.
આ કાર્યક્રમનો હેતુ ભારતની રમતગમતની શ્રેષ્ઠતાની ઉજવણી કરવાનો, દેશમાં ફિટનેસની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનો અને ભવિષ્યમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરવાની ભારતની આકાંક્ષાને પ્રોત્સાહન આપવાનો છે.
100મું સંસ્કરણ પાયાના સ્તરે ફિટનેસ અને રમતગમતમાં ભાગીદારીને ભારતના વ્યાપક રમતગમતના વિઝન સાથે જોડવાની એક મહત્વપૂર્ણ તક છે. તેના માધ્યમથી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવાના ભારતના સ્વપ્નને પણ પ્રોત્સાહન મળશે.
ગુજરાતમાં તમામ કાર્યક્રમો સવારે 6:00 વાગ્યે શરૂ થશે. સહભાગીઓને સવારે 5:30 વાગ્યા સુધીમાં કાર્યક્રમ સ્થળે પહોંચવા વિનંતી કરવામાં આવી છે. કાર્યક્રમમાં સામૂહિક સાયકલિંગ રેલી, ફિટનેસ પ્રવૃત્તિઓ, સામુદાયિક ભાગીદારી તથા ખેલાડીઓ અને રમતપ્રેમીઓ સાથે સંવાદનો સમાવેશ થશે.








