Homeગુજરાતીગુજરાતરાજકોટથી ગોવાની ફ્લાઈટ 25મી ઓક્ટોબરથી સપ્તાહમાં 4 દિવસ ઉડાન ભરશે

રાજકોટથી ગોવાની ફ્લાઈટ 25મી ઓક્ટોબરથી સપ્તાહમાં 4 દિવસ ઉડાન ભરશે

રાજકોટ, 6 ઓક્ટોબર, 2026 : Rajkot to Goa flight to start from October 25th,  શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગામી તા. 25મી ઓક્ટોબરથી ગોવાની ફ્લાઈટ શરૂ થશે. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા મોનસૂન શેડ્યૂલ દરમિયાન છેલ્લા 6 મહિનાથી બંધ રાખવામાં આવેલી રાજકોટ-ગોવા ડાયરેક્ટ ફ્લાઇટ સેવા ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 25 ઓક્ટોબર, 2026થી 27 માર્ચ, 2027 સુધીના વિન્ટર શેડ્યૂલ હેઠળ આ ફ્લાઇટ સેવા પુનઃ શરૂ કરાશે, જેનો સીધો લાભ નવરાત્રિ, દિવાળી અને શિયાળાની પ્રવાસન સીઝનમાં ગોવા જતાં પ્રવાસીઓને મળશે.

રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તા. 25મી ઓક્ટોબરથી ઈન્ડિગો ફાલઈટ સપ્તાહમાં 4 દિવસ ઉડાન ભરશે. ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા મોનસૂન શેડ્યૂલ દરમિયાન છેલ્લા 6 મહિનાથી બંધ રાખવામાં આવેલી રાજકોટ-ગોવા ડાયરેક્ટ ફ્લાઇટ સેવા ફરી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અગાઉ માર્ચ, 2026માં ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા ગોવાથી ઉપડતી આશરે 25 ફ્લાઇટોના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે રાજકોટ-ગોવા રૂટની સેવા છ મહિના માટે બંધ કરાઈ હતી. આ રૂટ અગાઉ ખૂબ જ લોકપ્રિય હતો. હવે તહેવારોની ટાણે આ સેવા ફરી શરૂ થતાં પ્રવાસીઓને વાયા જવાની જગ્યાએ સીધી હવાઈ કનેક્ટિવિટીનો લાભ મળશે. આગામી સમયમાં સપ્તાહમાં ચાર દિવસ આ ફ્લાઇટ ઉપલબ્ધ રહે તેવી વિગતો પણ સામે આવી રહી છે. હાલમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દેશના મુખ્ય શહેરો માટે દૈનિક તથા સપ્તાહિક મળીને કુલ 14 જેટલી ફ્લાઈટો ઉડાન ભરી રહી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular