Homeગુજરાતીગુજરાતજુનાગઢમાં મેગા ડિમોલિશન, 1500 ચો.મી સરકારી જમીન પરના દબાણો હટાવાયા

જુનાગઢમાં મેગા ડિમોલિશન, 1500 ચો.મી સરકારી જમીન પરના દબાણો હટાવાયા

જૂનાગઢ, 15 નવેમ્બર, 2026 : Mega demolition શહેરના મોહબ્બત મકબરા પાછળ આવેલા બુગદા વિસ્તારમાં તંત્રએ 22 દબાણો હટાવીને ₹ 6 કરોડની જમીન મુક્ત કરાવ્યા બાદ શનિવારે ગાંધીગ્રામ વિસ્તારના સંજયનગર, સિંધી સોસાયટી અને બ્રજવિહાર સોસાયટી સહિતના સ્થળોએ બુલડોઝર ફેરવીને અંદાજે ₹ 2 કરોડની કિંમતની 1500 ચોરસ મીટર સરકારી જમીન પરના દબાણો હટાવાયા હતા. શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા કલેકટર દ્વારા સંયુક્તપણે દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરાતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

 જૂનાગઢ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન અને જિલ્લા કલેકટર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે લાલ આંખ કરીને સતત બીજા દિવસે મેગા ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. 14 નવેમ્બરના રોજ ગાંધીગ્રામ વિસ્તારના સંજયનગર, સિંધી સોસાયટી અને બ્રજવિહાર સોસાયટી સહિતના સ્થળોએ બુલડોઝર ફેરવીને અંદાજે ₹ 2 કરોડની કિંમતની 1500 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. જ્યારે શુક્રવારે પણ મોહબ્બત મકબરા પાછળ આવેલા બુગદા વિસ્તારમાં તંત્રએ 22 દબાણો હટાવીને ₹ 6 કરોડની જમીન મુક્ત કરાવી હતી. બે દિવસમાં ₹8 કરોડની જમીન ખુલ્લી કરાઈ છે.

પ્રાંત અધિકારી  કચેરીના સૂત્રોના કહેવા મુજબ શનિવારે સવારે 9 વાગ્યાથી ગાંધીગ્રામ વિસ્તારની કુલ પાંચ જગ્યાઓ પર ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જોકે, આ પાંચ પૈકી વીરભાઈ પારેડા ખાતે માનવીય કારણોસર ડિમોલિશનની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે, જ્યારે બાકીની ચારેય જગ્યાઓ પર સઘન કામગીરી કરીને આશરે 1500 ચોરસ મીટર જમીન પરના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, શહેરના  ગાંધીગ્રામ વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી થયેલા આ ગેરકાયદેસર દબાણો સામે અગાઉથી જ કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી હતી અને છેલ્લા એક મહિનાથી આ અંગે પ્રક્રિયા ચાલી રહી હતી. કોર્ટ તરફથી મળેલા આદેશ બાદ આજે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી, જ્યારે ગઈકાલે પણ બુગદા વિસ્તારમાંથી 10થી 15 વર્ષ જૂના 22 કાચા-પક્કા મકાનો તોડી પાડીને 1425 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img