1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના શાહપુરમાં ત્રણ જર્જરિત મકાનો ધડાકા સાથે તૂટી પડ્યા, કોઈ જાનહાની નહીં
અમદાવાદના શાહપુરમાં ત્રણ જર્જરિત મકાનો ધડાકા સાથે તૂટી પડ્યા, કોઈ જાનહાની નહીં

અમદાવાદના શાહપુરમાં ત્રણ જર્જરિત મકાનો ધડાકા સાથે તૂટી પડ્યા, કોઈ જાનહાની નહીં

0
Social Share

અમદાવાદ, 12 ઓગસ્ટ 2026 : Three dilapidated houses collapsed in Shahpur શહેરના શાહપુરમાં લાલુભાઈની પોળમાં ત્રણ જર્જરિત મકાનો પત્તાના મહેલની જેમ તૂટી પડતા અફરા-તફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ બનાવની જાણ છતાં AMC અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. અને મકાનોનો કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી,

આ બનાવની વિગત એવી છે કે, શહેરના કોટ વિસ્તારમાં આવેલા શાહપુરના લાલુભાઈની પોળમાં મંગળવારે જર્જરિત એવા ત્રણ મકાનો તૂટી પડ્યા હતા. પોળની અંદર આવેલા મંગળ પારેખના ખાંચામાં અત્યંત જૂના અને જર્જરિત ત્રણ  મકાનો તૂટી પડતા અફરા-તફરી મચી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.  બનાવની જાણ થતાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના પશ્ચિમ ઝોનના અધિકારીઓ અને ઈજનેરોની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.  ઘટનાસ્થળની સમીક્ષા કર્યા બાદ, મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ AMCના કર્મચારીઓને આદેશ આપ્યો હતો કે ધરાશાયી થયેલાં મકાનોનો જે હિસ્સો હજુ પણ જોખમી હાલતમાં ઉભો છે તેને તાત્કાલિક અને સલામત રીતે પાડી દેવામાં આવે. સ્થાનિક રહીશો અને રસ્તા પરથી પસાર થતાં રાહદારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે.

શહેરના મધ્ય ઝોન અને કોટ વિસ્તારમાં વર્ષો જૂના જર્જરિત મકાનો ચોમાસા દરમિયાન ધરાશાયી થવાના બનાવો બની રહ્યા છે, જેને પગલે તંત્ર દ્વારા આવા મકાનોને ખાલી કરાવવા અને જોખમી ભાગો ઉતારી લેવા બાબતે કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code