1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આસામમાં મુસ્લિમ વિવાહ અને તલાક નોંધણી કાયદાને રદ્દ કરાયો

નવી દિલ્હીઃ આસામના મુખ્યમંત્રી ડૉ.હિમંત બિસ્વા સરમાની સરકારે આસામ મુસ્લિમ વિવાહ અને તલાક નોંધણી કાયદાને રદ્દ કરી દીધો છે. રાજ્યની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે, બાળલગ્નને નાબૂદ કરવાની દિશામાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે. આ સાથે જ કેબિનેટ મંત્રી જયંત મલ્લ બરૂઆહે સમાન નાગરિક સંહિતાની દિશામાં આ નિર્ણયને […]

ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટી-કૉંગ્રેસ ગઠબંધનનું કારણ મુસ્લિમ વોટબેંક?

નવી દિલ્હી: કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ચુકી છે. ઉત્તરપ્રદેશની કુલ 80 લોકસભા બેઠકોમાંથી 17 પર કોંગ્રેસ અને બાકીની બેઠકો પર અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને તેના નાના સાથીપક્ષો ચૂંટણી લડશે. જો કે સમાજવાદી પાર્ટી મહિનાઓથી દાવો કરી રહી હી કે કોંગ્રેસ, ઉત્તરપ્રદેશમાં મજબૂત નથી. માટે તેને તે હિસાબથી બેઠકો માંગવી […]

ઉત્તરપ્રદેશમાં શ્રદ્ધાળુઓ ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબકી, 20 વ્યક્તિના મોત 

લખનૌઃ યુપીના કાસગંજ જિલ્લામાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પટિયાલી-દરિયાવગંજ રોડ પર શ્રદ્ધાળુઓથી ભરેલી એક ટ્રેક્ટર ટ્રોલીના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં તળાવમાં ખાબક્યું હતું. આ બનાવમાં ટ્રેક્ટર ટ્રોલીમાં સવારે અનેક શ્રદ્ધાળુઓ ડુબી ગયા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 શ્રદ્ધાળુઓના મોત થયાનું જાણવા મળે છે. મૃતકોમાં […]

ગૂગલના એઆઈ ટૂલે મોદીને ગણાવ્યા “ફાસીવાદી”!

નવી દિલ્હી: ગૂગલના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ જેમિનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાસીવાદી ગણાવ્યા છે. કેન્દ્ર સરકારે તેને આઈટી નિયમોનું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે અને કાર્યવાહીની તૈયારી કરી છે. સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક યૂઝર મિથુને કહ્યુ છે કે જ્યારે પુછવામાં આવ્યું કે શું પીએમ મોદી ફાસીવાદી છે, તો ગૂગલ ટૂલ જેમિનીએ જવાબ આપ્યો કે એ […]

1,000 મીટર સ્પીડ સ્કેટિંગમાં ઓલિમ્પિક ચેમ્પિયન થોમસ ક્રોલે સ્પીડ સ્કેટિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી

નવી દિલ્હીઃ ઓલિમ્પિક ચેમ્પિયન થોમસ ક્રોલે સ્પીડ સ્કેટિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. હવે તેઓ પાયલટ બનવા માટે સ્ટડી શરૂ કરશે. 31 વર્ષીય ક્રોલે બે વર્ષ પહેલા બેઈજિંગમાં કરિઅરનો સૌથી સારો અનુભવ મેળવ્યો હતો. જ્યાં તેઓ 1,000 મીટર સ્પીડ સ્કેટિંગમાં ઓલિમ્પિક ચેમ્પિયન બન્યા હતા. થોમસ ક્રોલ જણાવે છે કે, ‘ઓલિમ્પિક ટ્રોફી મારા માટે કરિઅરની સૌથી બેસ્ટ […]

આત્મનિર્ભર ભારતનું સર્જન કર્યા વિના વિકસિત ભારત શક્ય નથીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સહકારી ક્ષેત્ર માટે વિવિધ મુખ્ય પહેલોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ ‘સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના’ના પાયલોટ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું, જે 11 રાજ્યોની 11 પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ (પીએસીએસ)માં થઈ રહ્યું છે. પ્રધાનમંત્રીએ આ પહેલ હેઠળ ગોડાઉનો અને અન્ય […]

મંદિરો પાસેથી ટેક્સ વસુલવા મામલે કર્ણાટકની કોંગ્રેસ સરકારની પીછેહઠ, વિધાન પરિષદમાં અટક્યું વિધેયક

બેંગ્લુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારની પીછેહઠ થઈ છે. કર્ણાટક સરકારનું હિન્દુ ધાર્મિક સંસ્થાન અને ધર્માર્થ સંશોધન વિધેયક વિધાન પરિષદમાં પસાર થઈ શક્યું નથી. વિપક્ષી દળ કોંગ્રેસ અને જેડીએસએ બિલનો વિરોધ કર્યો હતો. વિધાન પરિષદમાં વિપક્ષ પાસે બહુમત છે જેના પરિણામે વિપક્ષના વિરોધને પગલે આ બિલ પાસ થઈ શક્યું ન હતું. મંદિર વિધાયકને ગત અઠવાડિયે કોંગ્રેસ સરકારે […]

Lok Sabha Election: ભાજપનો અભેદ્ય કિલ્લો છે બૈતૂલ બેઠક, 1996થી અત્યાર સુધી કોંગ્રેસ નથી પાડી શકી ગાબડું

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે અને પક્ષ-વિપક્ષ એકબીજાની નીતિઓની ટીકા કરવાને લઈને તેમના પ્લાન જનતાની વચ્ચે લઈ જઈ રહ્યા છે. ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થવામાં હવે માત્ર કેટલાક દિવસોનો સમય બાકી છે અને આ વખતે પણ મધ્યપ્રદેશની એક-એક બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વની સાબિત થવાની છે. તેમાંથી એક બેઠક બૈતૂલની […]

રાજસ્થાનની સરકારી શાળામાં હિંદુ વિદ્યાર્થિનીના ટીસી પર લખ્યું ઈસ્લામ, ધર્માંતરણ-લવજેહાદની સાજિશ સામે શિક્ષણ મંત્રી ભડક્યા

કોટા: રાજસ્થાનના કોટા જિલ્લાની એક સરકારી શાળામાં ધર્માંતરણ અને લવ જેહાદની સાજિશોના ખુલાસા બાદ બે શિક્ષક સસ્પેન્ડ થયા છે. આ સ્કૂલ સાંગોદ કસબાની પાસે આવેલી ખજૂરી રાજકીય ઉચ્ચ માધ્યમિક શાળા છે. સ્કૂલની એક હિંદુ વિદ્યાર્થિનીના ટ્રાન્સફર સર્ટિફિકેટમાં ઈસ્લામ લખવામાં આવ્યું છે અને વિદ્યાર્થિનીઓને બળજબરીથી નમાજ પઢાવવાનો મામલો સામે આવ્યો છે. સ્કૂલમાં ચાલી રહેલા ઈસ્લામી ષડયંત્રનો […]

Lok Sabha Elections: AAP-કૉંગ્રેસની વચ્ચે પાંચ રાજ્યોમાં બેઠક વહેંચણીની ઘોષણા, ભરૂચ-ભાવનગર બેઠક પર આપ લડશે ચૂંટણી

નવી દિલ્હી: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બંને પાર્ટીઓ વચ્ચે બેઠક વહેંચણીની ઘોષણા થઈ છે. બંને પક્ષોએ લોકસભા ચૂંટણીને લઈને સીટ શેયરિંગના મામલે સધાયેલી સંમતિ અનુસાર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આનું એલાન કર્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના મુકુલ વાસનિક અને આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ હાજર હતા. મુકુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code