1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગંભીરા બ્રિજ દૂર્ઘટનામાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો, બે મતદેહ ગર્ડર નીચે ફસાયેલા જોવા મળ્યા

નદીમાં સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂમાં મુશ્કેલી, દુર્ઘટનાના ત્રીજા દિવસે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા, બ્રિજ દૂર્ઘટનાની તપાસ 30 દિવસમાં પુરી કરાશે અમદાવાદઃ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા પાદરા નજીકના હાઈવે પરના ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક 21 પર પહોંચ્યો છે. બ્રિજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત બોરસદ તાલુકાના દહીવણ ગામના નરેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું સયાજી હોસ્પિટલમાં […]

ઉત્તરાખંડમાં ઢોંગીઓ સામે ‘ઓપરેશન કલાનેમી’ ચાલુ, પોલીસે 25 નકલી બાબાઓની ધરપકડ કરી

ઉત્તરાખંડ પોલીસે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નિર્દેશ પર ચલાવવામાં આવી રહેલા ઓપરેશન કલાનેમી હેઠળ આજે (શુક્રવાર, 11 જુલાઈ) 25 નકલી બાબાઓની ધરપકડ કરી છે. તેમાં એક બાંગ્લાદેશી નાગરિકનો પણ સમાવેશ થાય છે, જે બાબાના વેશમાં લોકોને છેતરતો હતો. એસએસપી દેહરાદૂન અજય સિંહે એબીપી સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારું અભિયાન હજુ પણ ચાલુ છે. […]

છત્તીસગઢ દારૂ કૌભાંડમાં 3200 કરોડ રૂપિયાનો પર્દાફાશ, 22 એક્સાઇઝ અધિકારીઓ સસ્પેન્ડ

છત્તીસગઢના બહુચર્ચિત દારૂ કૌભાંડમાં એક્સાઇઝ વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. વિભાગે દારૂ કૌભાંડમાં સંડોવાયેલા 22 એક્સાઇઝ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. ગુરુવારે તેના આદેશો જારી કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં, EOW ચલણમાં ખુલાસો થયો હતો કે છત્તીસગઢમાં 2100 કરોડ રૂપિયાના દારૂ કૌભાંડના સિન્ડિકેટમાં તમામ એક્સાઇઝ અધિકારીઓ સામેલ હતા. ત્યારબાદ એક્સાઇઝ વિભાગે આ કાર્યવાહી કરી […]

ગુજરાતઃ 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળ સંગ્રહ

ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક મેઘમહેરના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 54 ટકા જળ સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 49.42 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગત વર્ષે આ સમયે એટલે કે,તા.11 જુલાઈ-2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 39.55 ટકા જળ સંગ્રહ હતો […]

મહિસાગર પુલ દુર્ઘટના પછી, ગડકરીએ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને ચેતવણી આપી

ગુજરાતમાં મહિસાગર નદી પરનો પુલ તૂટી પડવાથી ઘણા લોકોના મોત થયા હતા. દેશમાં પહેલા પણ ઘણી વખત પુલ અકસ્માતો બન્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને પણ ચેતવણી આપી છે. ગડકરીએ કહ્યું કે જો કોઈપણ પ્રકારની અનિયમિતતા જોવા મળશે તો કોઈને […]

મહારાષ્ટ્રમાં એક યુવકને રીલ બનાવવી ભારે પડી, કાર 300 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી

દેશભરમાં સ્ટંટ કરવાના કિસ્સાઓનો કોઈ અંત નથી. સ્ટંટના વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. મહારાષ્ટ્રના ગુજરાવાડી વિસ્તારમાં આવેલા પ્રખ્યાત પર્યટન સ્થળ ટેબલ પોઈન્ટ પરથી સ્ટંટ કરવાનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવક કાર સાથે સ્ટંટ કરતો જોવા મળે છે અને સ્ટંટ દરમિયાન યુવકની કારનું સંતુલન ખોરવાઈ જાય છે, […]

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ પર JPC ની બેઠક : ભૂતપૂર્વ CJI ચંદ્રચુડ અને ન્યાયાધીશ ખેહર સૂચનો આપશે

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જેએસ ખેહર અને ડીવાય ચંદ્રચુડ શુક્રવારે ‘એક સાથે ચૂંટણી’ બિલની તપાસ કરી રહેલી સંસદીય સમિતિ સમક્ષ પોતાના સૂચનો રજૂ કરવા પહોંચ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને ન્યાયાધીશો માને છે કે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ ની વિભાવના બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરતી નથી, પરંતુ તેમણે પ્રસ્તાવિત કાયદામાં ચૂંટણી પંચને […]

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આવતા માલ પર 35% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આવતા માલ પર 35% ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેને પત્ર મોકલીને આ જાહેરાત કરી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાથી આયાત થતા માલ પર 35% ટેરિફ લાદવાની જાહેરાત કરી. આ ટેરિફ 1 ઓગસ્ટથી અમલમાં આવશે. આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે તાજેતરમાં બંને દેશો […]

સોના-ચાંદીના ભાવમાં તેજીનો માહોલ, ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 1,100 નો વધારો

નવી દિલ્હીઃ ઘરેલુ બુલિયન બજારમાં આજે તેજીનો માહોલ છે. આજે સોનું 760 રૂપિયાથી 830 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. તેવી જ રીતે, ચાંદીના ભાવમાં પણ આજે પ્રતિ કિલો 1,100 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારાને કારણે, દેશના મોટાભાગના બુલિયન બજારોમાં આજે 24 કેરેટ સોનું 99,000 રૂપિયાથી 99,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ […]

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટએ 17 સ્થળો ઉપર કર્યો હુમલો

પાકિસ્તાનમાં ગ્રહયુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ હોય તેમ લાગી રહ્યું છે. દરમિયાન બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) એ ફરી એકવાર પાકિસ્તાનમાં હુમલાઓનો દોર શરૂ કર્યો છે. સંગઠને મોડી રાત્રે બલુચિસ્તાનના અનેક જિલ્લાઓમાં સતત હુમલાઓ કર્યા હતા, જેમાં અનેક સરકારી રહેઠાણો અને લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. મીડિયા અહેવાલ અનુસાર અલગતાવાદી સંગઠન BLF એ આ હુમલાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code