આગામી સમયમાં ગૌવંશ માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કેન્દ્રમાં હશેઃ પરશોત્તમ રૂપાલા

નવી દિલ્હીઃ આવનારા દિવસોમાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના કેન્દ્રમાં ભારતીય ગાય હશે. તેમ કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ MSME દિવસ નિમિતે ‘ગ્લોબલ કોન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રીઝ (GCCI)’  દ્વારા યોજાયેલા આંતરરાષ્ટ્રીય વેબીનારમાં કહ્યું હતું. MSME ડેનાં અવસર પર આયોજિત આંતરરાષ્ટ્રીય વેબિનાર “ગૌ ઉદ્યોગ સાહસિકતાથી સમૃદ્ધિ“માં જ્યાં MSME અને ખાદી ગ્રામોદ્યોગ આયોગ (KVIC) દ્વારા ગૌ […]

ભાવનગર મહાનગરપાલિકાએ રથયાત્રાના રસ્તા પરથી દબાણ હટાવ્યા

ભાવનગર: આગામી અષાઢી બીજના રોજ શહેરમાં થોજાનાર ભગવાન શ્રી જગન્નાથજીની 37 મી રથયાત્રાને લઈને પોલીસ બીએમસી તથા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે છેલ્લા બે દિવસથી બીએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા રથયાત્રાના રૂટ પર સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી બીએમસી ના દબાણ હટાવ સેલ તથા એસ્ટેટ વિભાગ દ્વારા […]

કોરોનાવાયરસ અપડેટ: દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,506 નવા કેસ નોંધાયા

દિલ્હી: ભારતમાં કોવિડ-19ના કેસોમાં 23 ટકાનો ઉછાળો આવ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 14,506 નવા કેસ નોંધાયા છે.જ્યારે આ સમયગાળામાં કોરોના વાયરસને કારણે 30 લોકોના મોત થયા છે. ગઈકાલે કોરોનાના કેસોમાં ઘટાડો થયો હતો અને 11,793 કેસ નોંધાયા હતા.તે જ સમયે, આજે કોરોનાના નવા કેસોમાં વધારો જોવા મળ્યો છે. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા […]

ઉત્તર ગુજરાતમાં માત્ર 5.65 ટકા અને કચ્છનાં જળાશયોમાં 13.90 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ,

અમદાવાદઃ અષાઢના આગમનને હવે બે દિવસ બાકી રહ્યા છે. ગુજરાતમાં મેઘરાજાનું વિધિવત આદમન થઈ ગયું છે. પણ હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી. બીજી બાજુ રાજ્યના મોટાભાગના જળાશયોમાં હવે ડેડ વોટર જ બચ્યુ છે.  જો વરસાદ ખેંચાશે તો પાણીની વિકટ સમસ્યા સર્જાશે, જોકે આગામી ચાર દિવસમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં સૌથી […]

ભારતઃ 1 જુલાઈથી અધિસૂચિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ષ 2022ના અંત સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓને તબક્કાવાર રીતે સંપૂર્ણપણે દૂર કરવાની અપીલને અનુરૂપ ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયે 12 ઓગસ્ટ, 2021ના રોજ પ્લાસ્ટિક કચરાના વ્યવસ્થાપનના સંશોધિત નિયમો, 2021ને અધિસૂચિત કર્યો હતો. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવાના ઉત્સાહને આગળ વધારીને દેશવાસીઓ દ્વારા કચરા અને નિકાલ […]

ગુજરાતમાં 25 લાખથી વધુ હેક્ટરમાં વાવણી કાર્ય પૂર્ણ, વરસાદ ખેંચાતા ખેડૂતો બન્યાં ચિંતિત

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે. પરંચુ રાજ્યમાં હજુ ધોધમાર વરસાદ હજુ સુધી પડ્યો નથી દક્ષિણ ગુજરાતને બાદ કરતા હજુ રાજ્યના અનેક જિલ્લાઓ ભર અષાઢે કોરા છે. રાજ્યમાં  વરસાદ ખેંચાતા ખેડૂતો મોંઘુ બિયારણ નિષ્ફળ જવાના ડરથી મૂંઝવણ અનુભવી રહ્યા છે. ચોમાસાના પ્રારંભે સારો વરસાદ થતાં ખેડૂતો દ્વારા વાવણીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો, […]

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી, નવસારી,વલસાડ, ડાંગમાં ભારે વરસાદ પડશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. જોકે સમયાંતરે હળવા ઝાપટાં પડી રહ્યા છે.પણ  મેઘરાજા મન મુકીને વરસતા નથી. દરમિયાન અરબી સમુદ્રમાં હવાનું હળવુ દબાણ સર્જાતા ગુજરાતમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે ઝાપટાં પડવાની શક્યતા છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ઘોઘમાર વરસાદ પડી શકે છે. ગાંધીનગર ખાતે આજે રાહત કમિશ્નરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની […]