Site icon Revoi.in

કચ્છમાં ધરા ધ્રુજવાનો સીલસીલો યથાવતઃ 34 દિવસમાં 70 આંચકા

Social Share

ભુજઃ કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂંકપના આંચકા બાદ અવાર-નવાર હળવા આંચકા આવે છે. દરમિયાન 24 કલાક દરમિયાન ભૂકંપના વધુ બે આંચકા નોંધાયા હતા. જેથી લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. કચ્છમાં છેલ્લા 34 દિવસમાં ભૂકંપના લગભગ 70 જેટલા આંચકા નોંધાયા છે. તેમાં 14 જેટલા આંચકાની તીવ્રતાતો ૩થી વધુ નોંધાવા પામી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર કચ્છના ભચાઉ અને દુધઈમાં મધ્ય રાત્રે અને વહેલી સવારે કુલ બે આંચકા નોંધાયા છે. લગભગ 1.7 અને 1.5ની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર સલામત સ્થળ પર દોડી ગયા હતા. ગાંધીનગર સ્થિત સીસ્મોલોજી સેન્ટરમાંના જણાવ્યા અનુસાર મધ્યરાત્રી બાદ 1.10 કલાકે 1.7ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.  ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 12 કિમી દૂર નોંધાયું હતું.

બીજી વખત સવારે ધરા ધ્રુજી હતી. વહેલી સવારે લગભગ 5.46 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા 1.5ની નોંધાઈ હતી. તેનું કેન્દ્રબિન્દુ દુધઈથી લગભગ 28 કિમી દૂર નોંધાયું હતું. છેલ્લા બે દિવસથી આવેલા આંચકાની તીવ્રતા ઓછી હોવાને કારણે લોકોને તેની અનુભૂતિ થવા પામી નથી.